ETV Bharat / city

અમદાવાદ: સિવિલમાં ઓર્થોપેડિક વોર્ડના 50 તબીબોએ લીધી વેક્સિન - કોરોના વેક્સિનેશન

કોરોનાની રસી સુરક્ષિત ન હોવાની અને તેની આડઅસરો થતી હોવાની વાતો વહેતી થઈ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.જે.વી. મોદીના વડપણ હેઠળ સમસ્ત ઓર્થોપેડિક વિભાગના 50 કરતાં વધુ લોકોએ એક સાથે કોરોના સામે રક્ષણ મેળવવાની રસી લઈને આ બધી વાતો નિરર્થક અને ગેરમાર્ગે દોરનારી હોવાનું ફરી એકવાર સાબિત કર્યું હતું.

સિવિલમાં ઓર્થોપેડિક વોર્ડના 50 તબીબોએ લીધી વેક્સિન

author img

By

Published : Jan 21, 2021, 8:05 PM IST

  • સિવિલમાં રસીકરણનો ત્રીજો દિવસ
  • સમગ્ર ઓર્થોપેડિક વોર્ડે લીધી રસી
  • 50થી વધુ તબીબોએ લીધી વેક્સિન

અમદાવાદ: કોરોનાની રસી સુરક્ષિત ન હોવાની અને તેની આડઅસરો થતી હોવાની વાતો વહેતી થઈ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.જે.વી. મોદીના વડપણ હેઠળ સમસ્ત ઓર્થોપેડિક વિભાગના 50 કરતાં વધુ લોકોએ એક સાથે કોરોના સામે રક્ષણ મેળવવાની રસી લઈને આ બધી વાતો નિરર્થક અને ગેરમાર્ગે દોરનારી હોવાનું ફરી એકવાર સાબિત કર્યું હતું.

50થી વધુ તબીબોએ એક સાથે રસી લીધી

કોરોના સામે રસીકરણના આજે ગુરુવારે ત્રીજા દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકૂલમાં કાર્યરત ઑર્થોપેડિક વિભાગના તમામ સિનિયર તબીબો અને સંલગ્ન કર્મચારીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહામારીને નિયંત્રણમાં લેવાની ગુજરાત સરકારની ઝુંબેશ તથા મહારસીકરણ અભિયાનમાં ભાગ લીધો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.જે.વી. મોદીએ સૌપ્રથમ જાતે રસી લઇને પોતાના હસ્તકના તમામ તબીબો, અધ્યાપકો, કર્મચારીઓ અને સંલગ્ન સ્ટાફમાં કોરોનાની રસી સુરક્ષિત હોવાનું અને તેની કોઇ આડઅસર ન હોવાનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. તેમના માંથી પ્રેરણા મેળવીને સમસ્ત સ્ટાફ કોરોના સામે રક્ષણ મેળવવા માટેની રસી લેવા પ્રેરાયો હતો. જેના પગલે પ્રાધ્યાપકોથી લઇને સંલગ્ન કર્મચારી સહિતના 50 કરતાં વધુ ઓર્થોપેડિક વિભાગના તબીબોએ એક સાથે રસી મેળવીને વિક્રમ સર્જ્યો હતો.

સિવિલમાં ઓર્થોપેડિક વોર્ડના 50 તબીબોએ લીધી વેક્સિન
સિવિલમાં ઓર્થોપેડિક વોર્ડના 50 તબીબોએ લીધી વેક્સિન

ભય સુરક્ષાકવચ પ્રદાન કરવા માટે કૃતસંકલ્પ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સરકાર રાજ્યના સમસ્ત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત તમામ નાગરિકોને કોરોના સામે રક્ષણ મેળવવાની રસી આપીને અભય સુરક્ષાકવચ પ્રદાન કરવા માટે કૃતસંકલ્પ છે. આવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના 50 કરતાં વધુ સ્ટાફે સાગમટે રસી લઇને સરકારના સંકલ્પને ચરિતાર્થ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.