અમદાવાદઃ કેન્દ્ર સરકારે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ સહિત સ્વિમિંગ પૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ગુજરાતના નાગરિકો રાજ્યમાં અનલોક-5ની ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યા છે.
દરેક અનલોકની પ્રક્રિયામાં ઘણી બધી અમલવારી રાજ્ય સરકાર પર છોડવામાં આવી છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતમાં અનલોક-5ને લઈ જણાવ્યું હતું કે, ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રાજ્ય સરકાર પણ અનલોકની પ્રોસેસ આગળ વધારશે. આ માટે ગુરૂવારે સરકારની કોર ગ્રુપની મીટીંગ થશે અને તેમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણયો જાહેર કરવામાં આવશે. કોર ગ્રુપની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રીઓની બેઠકમાં ગુજરાતમાં વધુ છૂટછાટ અંગે જાહેરાત થવાની શક્યતા છે.