- ભારે પવનમાં ઉડ્યા AMCના ટેન્ટ
- રેપિડ ટેસ્ટ કરવા માટે લગાવવામાં આવ્યાં હતા ટેન્ટ
- લોકોને તડકામાં બેસીને ટેસ્ટ કરાવવાની પડી ફરજ
અમદાવાદઃ શહેરમાં મંગળવારે મોડી સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો. જેમાં શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય નુકસાની થઇ હોવાનું બહાર આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો કોરોનાના રેપિડ ટેસ્ટ કરાવી શકે તે માટે AMC દ્વારા ટેસ્ટિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યારે ભારે પવનમાં AMC દ્રારા લગાવામાં આવેલા ટેન્ટને પણ નુકસાન થયું છે.
આ પણ વાંચો : AMCની ટેક્સ વિભાગની ટીમે 236 એકમોની તપાસ કરીને ત્રણ યુનિટને સીલ કર્યા
ભારે પવનમાં ટેન્ટ ધરાશાયી થયો
ગોતા વિસ્તારમાં આવેલા AMCનો ટેસ્ટિંગ ટેન્ટ નીચે ધરાશાયી થયો હતો. છેલ્લા એકાદ વર્ષથી આ ટેન્ટ લગાવવામાં આવ્યો હતો. AMC દ્વારા ટેન્ટ માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે મંગળવારે સાંજે ફૂંકાયેલા ભારે પવનમાં ટેન્ટ ધરાશાયી થયો હતો.
આ પણ વાંચો : જામનગરના મોટી ગોપ પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર
40 ડિગ્રી તાપમાનમાં તડકામાં બેસીને ટેસ્ટ કરાવી રહ્યા છે લોકો
AMCનો ટેન્ટ ધરાશાયી થતા લોકોને તડકામાં બેસીને કોરોનાનો ટેસ્ટ કરાવવાની ફરજ પડી હતી. કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા હાલ ટેસ્ટિંગમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ટેન્ટ ધરાશાયી થતા પેરામેડિકલ સ્ટાફના લોકો અને ટેસ્ટ કરાવતા લોકો શહેરના 40 ડિગ્રી તાપમાનમાં તડકામાં બેસીને ટેસ્ટ કરાવી રહ્યા છે.