અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2000ના આંકને પાર કરી ગઈ છે. અને 77 લોકોના મોત થયાં છે. આવી કપરી સ્થિતિમાં કોરોનાના દર્દીઓની સતત સારવાર કરી રહેલા ડૉકટરો કે નર્સ કે વોર્ડ બોયની કેટલી સુરક્ષા? અમદાવાદની એલજી હોસ્ટિપલના નર્સિંગ સ્ટાફનો વિડિયો વાયરલ થયો છે, તેઓ તેમની વેદના રજૂ કરી રહ્યા છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ એલજી હોસ્પિટલમાં 300થી વધુ નર્સિંગ સ્ટાફ છેલ્લા બે મહિનાથી સતત સેવા બજાવી રહ્યો છે. એલજી હોસ્પિટલના 21 ડૉકટર સહિત નર્સિંગ સ્ટાફને કોરોના પોઝિટિવ છે, તેઓ હાલ સારવાર હેઠળ છે. વાયરલ થયેલા વિડિયોમાં એલજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું કહેવું છે કે આવા ભયજનક સંજોગોમાં અમારો કોવિડ19નો ટેસ્ટ થવો જોઈએ. અમે અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ સત્તાવાળા અમારું સાંભળતાં નથી.
અમદાવાદની LG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની વેદના, જૂઓ વિડીયો - ડોકટરોને કોરોના
કોરોનાના દર્દીઓની સતત સારવાર કરી રહેલા ડૉકટરો કે નર્સ કે વોર્ડ બોયની કેટલી સુરક્ષા? અમદાવાદની એલજી હોસ્ટિપલના નર્સિંગ સ્ટાફનો વિડીયો વાયરલ થયો છે, તેઓ તેમની વેદના રજૂ કરી રહ્યાં છે.