- રાજ્યમાં 10 એપ્રિલના રોજ યોજાનારી મેગા લોક અદાલત મોકૂફ
- રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લોક અદાલત મોકૂફ રખાઇ
- હવે 8 મેના રોજ યોજાશે લોક અદાલત
અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લોક અદાલત મોકૂફ રાખવામાં આવી છે. જેનું એક કારણ કોર્ટમાં કોરોનનો થતો પગ પેસારો પણ છે. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યની નીચલી કોર્ટ સહિત હાઇકોર્ટમાં પણ કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે બીજી તરફ ઘી-કાંટા નજીક આવેલી મેટ્રો કોર્ટમાં પણ બે જજ અને અન્ય સ્ટાફ સહિત 15થી વધુને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. મહત્વનું છે કે અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં હજૂ એક માર્ચથી જ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનવણી શરુ થઇ છે. હાઇકોર્ટમાં હજૂ પણ વર્ચુઅલ કોર્ટ ચાલી રહી છે.
આ પણ વાંચો - અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇ-લોક અદાલતમાં માત્ર 32 ટકા કેસનો નિકાલ થયો
હજૂ પણ કોરોના સંક્રમણમાં અમદાવાદ પ્રથમ
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલો કોરોનાનો સંક્રમણ અમદાવાદ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. હજૂ પણ સતત સમગ્ર રાજ્યમાંથી અમદાવાદમાં સૌથી વધુ અને બીજા નંબરે સુરતમાં કેસ વધી રહ્યા છે. જો કે, આ મુદ્દે અગવું ખુદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સૂઓમોટો દાખલ કરીને સરકારની કામગીરી વધુ સઘન કરવા માટેનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો - કોરોના મહામારીને કારણે પ્રથમવાર ઈ-લોક અદાલત યોજાશે