ETV Bharat / city

રાજ્યમાં અવિરત વરસાદ, કુલ 106 ટકા વરસાદ નોંધાયો, 89 જળાશયો 100 ટકા ભરાયા

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 242 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જ્યારે રાજ્યનો કુલ વરસાદ 100 ટકા વટાવીને હવે 106 ટકા વરસાદ થયો છે. આ ઉપરાંત સૌથી વધુ વરસાદ કચ્છમાં 213.57 ટકા અને સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ઝોનમાં 80 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

author img

By

Published : Aug 25, 2020, 12:46 PM IST

રાજ્યમાં અવિરત વરસાદ, કુલ 106 ટકા વરસાદ થયો

ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી પ્રમાણે 25મી ઓગસ્ટના 6:00ની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 242 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં રાજ્યના 10 તાલુકાઓમાં ચાર ઇંચથી નવ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નવ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત ભાણવડમાં જામજોધપુર રાધનપુર-સાંતલપુર અને ધોરાજીમાં પણ મેઘમહેર જોવા મળી હતી.

રાજ્યના 49 તાલુકાઓમાં બેથી ચાર ઈચ વરસાદ નોંધાયો છે. જેમાં જામકંડોરણા, સમી, વડીયા, સિદ્ધપુર, મોરબી, મુન્દ્રા, રાપર, જેતપુર, લીલીયા, દિયોદર, દશાડા, કલ્યાણપુર, ગાંધીધામ, ઉપલેટા, થાનગઢ, મૂળી દ્વારકા, શંખેશ્વર, કોટડાસાંગાણી, વાંકાનેર, હારીજ, સાયલા, બગસરા, ભેસાણ, બારડોલી, ભચાઉ, ચોટીલા, ચૂડા, અંજાર, રાજકોટ, માંડવી, જામનગર જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે.

રાજ્યમાં થયેલા વરસાદના કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયાં છે. સરદાર સરોવર ડેમમાં હાલ 2,32,719 MCFT પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહશક્તિના 69.66 ટકા જેટલો થયો છે. રાજ્યના 89 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. આ ઉપરાંત એવા છે કે, જે 70થી 100 ટકા વચ્ચે ભરાયાં છે.

સરદાર સરોવર સહિત 15 જ એવા છે કે, જેમાં 50થી 70 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે 25થી 50 ટકા વચ્ચે જળાશયો અને 25 ટકાથી ઓછો જળસંગ્રહ હોય તેવા 11 જળાશય હોવાની માહિતી જળસંપત્તિ તરફથી આપવામાં આવી છે. રાજ્યમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ ડેમની સપાટીમાં વધારો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.