ETV Bharat / city

તૌકતેને લઈને રાજ્યનુ આરોગ્ય વિભાગ એલર્ટ પર

ગુજરાત રાજ્ય પર આવનાર તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. આરોગ્ય કમિશ્નરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલના અધિકારી વચ્ચે એક બેઠક મળી હતી. જેમાં તૌકતે વાવાઝોડાને લઈ સમીક્ષા કરવામાં આવી તો બીજી તરફ વાવાઝોડા સંદર્ભે હોસ્પિટલમાં ક્યાં પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા અથવા સ્ટેન્ડ બાય રાખવાની તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

ગુજરાત રાજ્ય
તૌકતેને લઈને રાજ્યનુ આરોગ્ય વિભાગ એલર્ટ પર
author img

By

Published : May 17, 2021, 5:40 PM IST

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં
  • આરોગ્ય કમિશ્નરની અધ્યક્ષતામાં વાવાઝોડા સંદર્ભે ચેકલિસ્ટ કરવામાં આવ્યું તૈયાર
  • ઇલેક્ટ્રિકસીટી, ઓક્સિજન, પાણી, દવાઓ, સ્ટાફ તમામ બેકઅપમાં રાખવા સૂચના

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં તૌકતે વાવાઝોડું અત્યંત પ્રચંડ વેગે ગુજરાત તરફ આગળ વધી રહયું છે. હાલમાં વાવાઝોડું હાલ ગુજરાતના વેરાવળ બંદરેથી આશરે 200 કિલોમીટર દૂર છે અને વાવાઝોડું ગુજરાતને અથડાશે ત્યારે પવનની ગતિ 155 થી 165 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે ગુજરાતમાં આવનારા વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક અને એક્શન મૂડમાં જોવા મળી રહ્યું છે.

સિવિલના સુપરિટેન્ડન્ટ સહિત સિનિયર ડોક્ટર બેઠક

કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવી ઉભું છે. ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં રાજ્યની તમામ સિવિલના સુપરિટેન્ડન્ટ સહિત સિનિયર ડોક્ટર અને અધિકારી જોડાયા હતા. કમિશ્નરની અધ્યક્ષતા મળેલ બેઠકમાં વાવાઝોડા સંદર્ભે ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ એક ચેક લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું જેમાં ગુજરાતના માંથી આવી વાવાઝોડામાં કોઈપણ જાતની સમસ્યા ન સર્જાય તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રાત્રે 8 વાગે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે, દીવ અને મહુવામાં વધારે અસર થશે, સરકારે કરી તમામ વ્યવસ્થા

ક્યાં પ્રકારની તૈયારીઓ રાજ્યની સિવિલ હોસ્પિટલમાં કરવાની સૂચના

સિવિલ હોસ્પિટલમાં માંથી કોઈપણ સ્ટાફને કેમ્પસ ન છોડવા સૂચના આપવામાં આવી. ડોક્ટર, મેડિકલ, નર્સ સહિત તમામની રજા રદ કરી સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં દવા સહિત તમામ જરૂરિયાત સામાન પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે. ઓક્સિજન ટેન્ક સહિત તમામ સાધનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. કેમ્પસમાં ઓક્સિજન માટે નવી બે ટેન્ક રાખવામાં આવી છે. હોસ્પિટલમાં તથા તેની આજુબાજુ જોખમી જગ્યાએ થી ઝાડ ટ્રિમિંગ કરાવાની સૂચના આપવામાં આવી છે હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. તમામ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિકસીટીને લઈ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવે. ઇલેક્ટ્રિકસીટી, ઓક્સિજન, પાણી, દવાઓઓ બફર સ્ટોક રાખવામાં આવે. 4 ડિજિટલ જનરેટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. હોસ્પિટલની બહારના મંડપ ઉતારી લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.