- દિવ્યાંગોને કેટેગરી મુજબ અનામત આપવાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં થઇ જાહેરહિતની અરજી
- કોર્ટમાં સરકારે કેટેગરી મુજબ અનામત આપવાને લઈ રજૂ કર્યું સોગંદનામુ
- દિવ્યાંગોને 4 ટકા અનામત આપવા કોર્ટમાં થઈ સુનાવણી
અમદાવાદ: દિવ્યાંગોને જાહેર ભરતીઓમાં 4 ટકા અનામત કેટેગરી મુજબ આપવા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી મુદ્દે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં રાજ્ય સરકારે અરજીની માંગણી સ્વીકારતું સોંગદનામું હાઇકોર્ટમાં રજૂ કર્યું હતું.
આ પણ વાંચો: રાજ્ય સરકારની જાહેરાત : દિવ્યાંગોને પંચાયત સેવા વર્ગ-3ની ભરતીમાં 4 ટકા અનામત
કઈ રીતે અપાસે અનામત ?
મીડિયા સાથે વાતચીત કરતાં એડવોકેટ સુબ્રમણ્યમ ઐયરે જણાવ્યું હતું કે, નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડ ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દિવ્યાંગોને કેટેગરી મુજબ સીધી ભરતીમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરતી જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે અગાઉ સર્ક્યુલર બહાર પાડ્યું છે. આ સર્ક્યુલરમાં એક ટકા અંધજનને, એક ટકા શારીરિક દિવ્યંગતા ધરાવતા લોકોને, એક ટકા ઓટીઝમ વ્યક્તિને અને એક ટકા મુકબધીર માટે અનામત રાખવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો
- રાજ્યમાં દિવ્યાંગોને સમાન હક અને સમાન અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, ત્યારે આજે રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 9 સપ્ટેમ્બરે એક ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન પ્રમાણે હવે દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા જગ્યાઓ અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
- ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેકશન બોર્ડમાં દિવ્યાંગો માટે રાખેલા આરક્ષણની જગ્યાઓને લઈને 4 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા હાલમાં જ સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડીટર અને હેડ ક્લાર્કની કુલ 320 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી પરંતુ આ ભરતીમાં દિવ્યાંગો માટે માત્ર 3 ટકા જગ્યા ફાળવતા હાઈકોર્ટમાં અરજી થઈ હતી.