અમદાવાદ: ગાંધી આશ્રમનાં રીડેવલપમેન્ટનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેને લઇને ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં (Gandhi Ashram petition in High Court) રાજ્ય સરકારે પોતાનું સોગંદનામું (State government filed Affidavit in Gandhi Ashram ) આજે (મંગળવારે) હાઈકોર્ટમાં રજૂ કર્યું છે. ગાંધી આશ્રમમાં ચાલી રહેલા રીડેવલપમેન્ટ વિવાદને લઈને રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે. એ પ્રમાણે તેમણે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, અમારે ગાંધીજીના મૂલ્યો અને તેમની વાર્તાઓને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારના પ્રયાસો છે.
આ પણ વાંચો: કાર્યકરતાઓ અને લેખકોએ સાબરમતી આશ્રમના વિકાસ પ્રોજેક્ટનો વિરોધ કર્યો
ગાંધીજીના મૂલ્યો, ઓળખ પ્રાપ્ત થશે, અને વારસાને આગળ વધારવા મદદ રૂપ - આગામી પેઢીને ગાંધીજીના મૂલ્યો અને વારસાની(Gandhiji's values and heritage) યોગ્ય રીતે જાણ થાય તે માટે આશ્રમની આસપાસનું ડેવલપમેન્ટ( Renovation of Gandhi Ashram) કરવું જરૂરી બની રહે છે. તેવી સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. સરકારે પોતાના સંબંધ માટે પણ રજૂઆત કરી છે કે નવા એક્ઝિબિશન સેન્ટર અને મ્યુઝિયમાંથી (New Exhibition Center in Gandhi Ashram) ગાંધીજીના મૂલ્યો છે. તેની લોકોને એક નવી ઓળખ પ્રાપ્ત થશે અને વારસાને પણ આગળ વધારવા મદદ રૂપ થશે. તેમને એમ પણ કહ્યું કે ,આજે જે રીતે વિશ્વમાં ગાંધીજીની ઓળખ છે એનાથી વધારે ગાંધીજી અને ગુજરાતની એક આગવી ઓળખ લોકો સમક્ષ રજૂ થશે.
આ પણ વાંચો: PM મોદીનો ગાંધી આશ્રમ ડ્રીમ પ્રોજેક્ટ, 231 કરોડનું રીડેવલપમેન્ટ કામ AMC કરશે
ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં - આ સમગ્ર મામલામાં અત્રે એ નોંધનીય છે કે સરકારે પોતાના સોગંદનામામાં કહ્યાં મુજબ ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં પરંતુ ગાંધી આશ્રમની આસપાસની કુલ 55 એકર જેટલી જગ્યા છે. તે ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનું પ્લાનિંગ(development Planning of Gandhi Ashram) કરવામાં આવી રહ્યું છે. ગાંધી આશ્રમના ચાલેલા રીડેવલપમેન્ટના વિવાદને લઈને આગામી સમયમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.