- ગરીબોને જમાડવા ટ્રસ્ટને 3 જગ્યા ફાળવાઈ
- ટ્રસ્ટ દ્વારા ગરીબોને વિનામૂલ્યે જમાડવા માટે માંગવામાં આવેલા પ્લોટનું કામ મંજૂર કરાયું
- અમદાવાદ શહેરી વિસ્તારમાં દરરોજ 30 હજાર લોકોનું વેક્સિનેશન
- પ્રિમોનસૂનના કામમાં કેચપિટ સફાઈ કામ પૂર્ણતાના આરે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો ઉત્તરોતર વધતા હતા ત્યારે આજે ગુરૂવારે આશરે એક મહિના બાદ સ્ટેન્ડિંગ કમિટિની ઓનલાઈન બેઠક મળી હતી. જેમાં અલગ અલગ 12 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં શહેરમાં 14 લાખથી વધુ લોકોને એટલે કે 25 ટકા નાગરિકોનું વેક્સિનેશનનું કાર્ય પૂર્ણ થયું છે. સરકાર તરફથી જે વેક્સિન મળે છે તેનો પૂર્ણ ઉપયોગ થાય તે પ્રમાણેનો ડોક્ટરોનો પ્રયાસ છે.
આ પણ વાંચોઃ ગ્યાસપુર સ્મશાનમાં ફરતે વાળ કરવાના કામને રદ કરતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો
ટ્રસ્ટને મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ ત્રણ જગ્યાઓ ફાળવીઃ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા મુજબ બેઠકમાં ટ્રસ્ટ દ્વારા ગરીબોને વિનામૂલ્યે જમાડવાના કામ માટે માંગવામાં આવેલા પ્લોટનું કામ મંજૂર કરાયું છે. જોકે ખાનગી ટ્રસ્ટે ગરીબોને વિનામૂલ્યે જમાડવા માટે જગ્યાની માગ કરી હતી. જે અંગે બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં ત્રણ જગ્યાઓ ફાળવી છે.
રજિસ્ટ્રેશન મુદ્દે યુવાનો જાગૃત હોવાથી સ્લોટ બૂક થઇ જાય છે
18 વર્ષથી ઉપરના લોકોને રજિસ્ટ્રેશનમાં તકલીફ પડી રહી છે તે અંગે સવાલ કરતા આજે ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે બચાવ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના યુવાનો જાગૃત હોવાથી ગણતરીના સમયમાં સ્લોટ બૂક થઇ જાય છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 30 હજાર લોકોનું વેક્સિનેશન થાય છે. આગામી સમયમાં વધુ વેક્સિનેશન થાય તે માટે પણ કોર્પોરેશન કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની અંતિમ સ્ટેન્ડિંગ કમિટી મળી
40 હજાર ઉપર કેચપિટ સાફ થઈ ગઈ
ચોમાસુ નજીક છે, કોર્પોરેશન અત્યારે કોરોના કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે પ્રિમોનસૂનના કામમાં કેચપિટ સફાઈ કામ પૂર્ણતાના આરે હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું છે. 40 હજાર ઉપર કેચપિટ સાફ થઈ ગઈ છે અને બાકીના કામોમાં ઝડપ કરવામાં આવી રહી છે. જોકે મોટા મોટા વૃક્ષો જે ભયજનક પરિસ્થતિમાં હોય છે તેના કટિંગ પણ શરૂ કરી દેવામાં આવતા હોય છે. રસ્તાનું કામ પણ ચાલુ જ છે અને જ્યાં પણ કન્ટ્રક્શનનું કામ બાકી છે એ સમય રહેતા પૂરું કરી દેવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું.