ETV Bharat / city

અમદાવાદમાં આગામી મંગળવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ - Standing Committee

રાજ્યમાં વેક્સિનેશન ( Vaccination ) અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે, આ વચ્ચે વેક્સિન( Vaccine )ની અછત સર્જાઈ હોય તેવી અનેક જગ્યાએથી ફરિયાદો આવી હતી. ત્યારે અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટી( Standing Committee )ની બેઠકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હાલ આગામી મંગળવારથી બુધવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ છે.

અમદાવાદમાં આગામી મંગળવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ

author img

By

Published : Jul 1, 2021, 10:48 PM IST

  • અમદાવાદમાં તમામ વેક્સિનેશન સેન્ટર કાર્યરત
  • શહેરમાં મંગળથી બુધવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો સ્ટોક
  • આગામી સમયમાં વધુ વેક્સિન મળશે

અમદાવાદઃ શહેરમાં વેક્સિનેશન ( Vaccination ) સેન્ટર ઉપર વેક્સિન( Vaccine )ની અછતને લઈ આજે ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી( Standing Committee )ના ચેરમેન હિતેશ બારોટે મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હાલ આગામી મંગળવારથી બુધવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ છે. તેમજ જણાવ્યું કે, આગામી સમયમાં આપણને વધુ રસી મળે તેવી શક્યતાઓ પણ છે. ગુરૂવારે શહેરના 400 વેક્સિનેશન સેન્ટરમાંથી તમામ વેક્સીનેશન સેન્ટર કાર્યરત હતા.

અમદાવાદમાં આગામી મંગળવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ

આ પણ વાંચોઃ ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV D માટે DCGIમાં મંજૂરી માગી, સોય વગર લાગશે આ વેક્સિન

વેક્સિનની અછતને લઈ સર્જાયેલી સમસ્યા સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપ્યું આશ્વાસન

શહેરમાં વેક્સિનની અછતને લઈ સર્જાયેલી સમસ્યા સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીડિયાના માધ્યમથી શહેરીજનોને આશ્વાસન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે, આગામી સમયમાં આપણને વેક્સિનેશનનો વધુ જથ્થો મળવાપાત્ર રહેશે. જેથી આગામી સમયમાં વધુ લોકોને વેક્સિનેશન મળી શકશે. હાલ પણ શહેરમાં મોટાભાગના વેક્સીનેશન સેન્ટર કાર્યરત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.