અમદાવાદઃ અમદાવાદમાં ગુરુવારનો દિવસ જાણે કાળનો કોળિયો બનીને આવ્યો હોય તેમ વહેલી સવારે જ અચાનક જ હોસ્પિટલમાં આગ લાગી અને ત્યારબાદ કોઈપણ દર્દી અથવા હોસ્પિટલ પ્રશાસન કોઈ પણ વસ્તુને સમજે તે પહેલાં જ અચાનક જ આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. તેના કારણે આઠ જેટલા દર્દીઓના કરુણ મોત થયાં હતાં. જો કે, ત્યારબાદ અન્ય દર્દીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા તરત જ svp હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
મહત્વનું છે કે, 42થી વધુ દર્દીઓને હાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરની પોલીસ પણ એસવીપી હોસ્પિટલમાં તહેનાત કરી દેવામાં આવી છે. સાથે જ એક બાદ એક ભાજપના નેતાઓ પણ હોસ્પિટલની અંદર પરિવારજનોને સાંત્વના આપવા માટે આવી રહ્યાં છે.
જો કે હાલ એસબીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 42 દર્દીઓની સાથે જ ડૉક્ટર્સની ટીમ પણ હાલ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. તમામ ડોક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યાં છે કે, તમામ દર્દીઓની યોગ્ય રીતે સારવાર કરવામાં આવે સાથે જ તેમની તમામ બાબતનું ધ્યાન પણ રાખવામાં આવે. જો કે, અહીં સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કોઈ ઘટના બને ત્યાર બાદ જ તંત્ર શા માટે હરકતમાં આવતું હોય છે.