ETV Bharat / city

માસ્ક મુદ્દે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને આમ જનતાનો આવકાર - પ્રજાનો અભિપ્રાય

માસ્ક વગર ફરનારા સામે હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, માસ્ક ન પહેરનારાં લોકોએ 5થી 15 દિવસ કોરોના કેર સેન્ટરમાં સેવા કરવી પડશે, માત્ર દંડ ભરવાથી નહીં ચાલે. તેમ જ સરકારને જાહેરનામું બહાર પાડી કોવિડ સેન્ટરમાં 5થી 6 કલાક સુધી કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો હતો.

માસ્ક મુદ્દે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને આમ જનતાનો આવકાર

author img

By

Published : Dec 2, 2020, 8:00 PM IST

  • માસ્ક પહેરો નહીં તો કોવિડ કેરમાં સેવા કરવા થઈ જાઓ તૈયાર
  • થોડા દિવસ પહેલા હાઇકોર્ટે સરકારને કરી હતી તાકીદ
  • આજે હાઇકોર્ટ દ્વારા નિયમોનું પાલન કરવા આદેશ

અમદાવાદઃ હાઇકોર્ટે 2 દિવસ પહેલાં જ સરકારને માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ સેન્ટરમાં કામ કરાવવા પર વિચાર કરવા કહ્યું હતું. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. જેને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

5થી 15 દિવસ કરવું પડશે કોવિડ કેર સેન્ટરમાં કામ

પકડાનારી વ્યક્તિને લોકલ ઓથોરિટી દ્વારા સંચાલિત કોવિડ સેન્ટરમાં ડ્યૂટી સોંપવામાં આવે. આ માટેની ડ્યૂટી નોન-મેડિકલ હોવી જોઈએ. જેમ કે ક્લિનિંગ, હાઉસકીંપિગ, કૂકિંગ, ફુડ સવિંગ, ડ્યૂટી સોંપતાં પહેલાં જે-તે વ્યક્તિની જેન્ડર, એજ્યુકેશન, ઉંમર, સ્ટેટ્સ અને કયાનિયમનો ઉલ્લંઘન કર્યું છે એ બાબતને ધ્યાને લેવી જોઈએ. આ ડ્યૂટી રોજના 4-6 કલાકની હોવી જોઈએ અને તે 5-15 દિવસના સમય માટે આપી શકાય. આ અંગેની સૂચના રાજ્ય સરકાર દ્વારા પ્રિન્ટ મીડિયા સહિતના વિવિધ માધ્યમોમાં પ્રસારિત કરવામાં આવે.

માસ્ક પહેરો નહીં તો કોવિડ કેરમાં સેવા કરવા થઈ જાઓ તૈયાર

આ ડ્યૂટી નોન મેડિકલ, ક્લિનિંગ અને હાઉસ કિપિંગ જેવી રહેશે

રાજ્ય સરકાર આગામી સુનાવણી પહેલાં એટલે કે, 24 ડિસેમ્બરે ઉપરોકત સૂચનોના અમલનો સ્ટેટ્સ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરે. હાઈકોર્ટે કહ્યું હતું કે, ફેસ કવર માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા લોકોને 10થી 15 દિવસ સુધી કોવિડ કેર સેન્ટરમાં સોશિયલ સર્વિસ માટે મોકલો. આ ઉપરાંત તેમની પાસેથી દંડ પણ વસૂલો. 'આ પગલાથી રાજ્ય સરકારને કોવિડનો ફેલાવો રોકવામાં મદદ મળશે' આમ પણ ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આવી પોલિસી લાવવાની બાબતમાં અવઢવમાં હતી અને તેમણે હાઇકોર્ટને કહ્યું કે, તેમની સ્થિતિ પ્રિન્સ હેમલેટ જેવી છે. જેને કારણે તેમને પોલિસીના અમલમાં મુશ્કેલી આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન ન કરનારા લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન-મેડિકલ સેવા માટે મોકલવાનો આદેશ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.