અમદાવાદઃ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આરોપી શ્વેતા જાડેજા તરફે દાખલ કરવામાં આવેલો જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, દુષ્કર્મ કેસનો આરોપી કેનિલ શાહ અન્ય બે ગુનામાં સંડોવાયેલો છે. પોલીસ ફરિયાદ રદ કરવા માટે તેણે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અરજી દાખલ કરી હતી. આરોપી સામે ત્વરિત કાર્યવાહી ન થાય તે હેતુથી અરજદાર પીએસઆઇ પર ખોટા આક્ષેપ લાદવામાં આવ્યાં હોવાનો અરજદાર તરફે દાવો કરવામાં આવ્યો છે. આરોપી કેનિંલ શાહ પોતાની સામે દાખલ કરાયેલી દુષ્કર્મની ફરિયાદને રદ કરાવવા માટે આરોપી પીએસઆઇ પર ખોટી ફરિયાદ નોંધાવી દબાણ ઊભું કરવા માગતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસમાં ફરીવાર તપાસ કરવાનો આદેશ કર્યો હતો. જોકે પીએસઆઇ સામે દાખલ FIRમાં બાતમીદારે કેનિલ શાહે આરોપીને 20 લાખ આંગડિયાથી મોકલ્યાં હોવાનું સામે આવ્યું છે.
દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ પડાવનાર PSIએ કોર્ટમાં જામીન અરજી કરી - પીએસઆઈ શ્વેતા જાડેજા
અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈ સામે દુષ્કર્મના આરોપી પાસેથી ૩૫ લાખ રૂપિયા પડાવવાના કેસમાં આરોપી શ્વેતા જાડેજાએ બુધવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે.