- બાંધકામ ઉદ્યોગોને વધુ એક મોંધવારીનો માર
- લોકોને ઘર ખરીદવા થઇ શકે છે મોંઘા
- બાંધકામમાં વપરાતા સ્ટોનના ભાવમાં 10 ટકાનો વધારો નોંધાયો
આ પણ વાંચોઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટેઃ નીતિન પટેલની સ્પષ્ટતા
અમદાવાદઃ કોરોનાની મહામારી વચ્ચે મોટા ભાગના વેપાર ધંધાઓમાં ભાવ વધારો થયો છે. ત્યારે હવે RMC એસોસિએશને પણ બાંધકામમાં વપરાતા સ્ટોનના ભાવમાં વધારો કર્યો છે. કોરોનાની મહામારી પહેલા જે ભાવ ચાલી રહ્યો હતો તેના ભાવમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે પહેલા ચાલી રહેલા ભાવમાં રૂપિયા 250નો ભાવ વધારો કર્યો છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતાં વધારાથી સુરતના લોકો હવે સરકારી બસનો વપરાશ કરતા થઈ ગયા
સરકાર સામે કોઇ પણ જાતનો વિરોધ નથીઃ એસોસિએશન
જોકે એસોસિએશને જાણકારી આપતા કહ્યું કે, તેમને સરકાર સામે કોઇ પણ જાતનો વિરોધ નથી, પરંતુ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઇ રહેલા વધારાને લઇને સ્ટોનના ભાવમાં વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે મોટા ભાગના બાંધકામની સાઇટો બંધ હતી. તેની પણ સ્ટોન ઉદ્યોગ પર મોટી અસર થઇ છે. જેને લઇને ભાવમાં વધારો કરાયો છે.