ETV Bharat / city

Sokhda Haridham Controversy : પ્રબોધ સ્વામી જૂથને HCનો ઝટકો, શું થયું જૂઓ - Habeas Corpus Petition Sokhada

સોખડા હરિધામ મંદિરના વિવાદ મામલે ગુજરાત (Sokhda Haridham Controversy) હાઈકોર્ટમાં થયેલી હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરવામાં આવી રહી છે. આ અરજી મંજૂર રાખવા હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કોર્પસ પિટિશન (Habeas Corpus Petition) ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.

Sokhda Haridham Controversy : પ્રબોધ સ્વામી જૂથને હાઇકોર્ટનો ઝટકો, શું થયું જૂઓ

author img

By

Published : Jul 21, 2022, 10:45 AM IST

અમદાવાદ : સોખડા હરિધામમાં સાધુઓને (Sokhda Haridham Controversy) ગેરકાયદે ગોંધી રાખવા મામલે હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. હાઇકોર્ટના આદેશ મુજબ પ્રબોધ સ્વામી જૂથને ઝટકો લાગ્યો છે. સંતો અને સાધ્વીઓને નિર્ણયનગર અને બાકરોલમાં કાયમી વસવાટ કરી આપવાની માંગ હાલના તબક્કે હેબીયસ કોર્પસ અરજીમાં (Habeas Corpus Petition) મંજૂર રાખવા કોર્ટે ઇનકાર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચ દ્વારા સોખડા વિવાદ અંગે ચુકાદો આપી રહી છે. આ સમગ્ર મામલે કોર્ટે નોંધ્યું કે, સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કોર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. સંતો, સાધ્વીઓ, પાસપોર્ટ અને મોબાઈલ ફોન એમને અપાઈ ચૂક્યા છે.

હાઇકોર્ટનો ઝટકો - કોર્ટે નોંધ્યું કે, સોખડા હરધામ મંદિરના વિવાદમાં વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેમને અમદાવાદના નિર્ણય નગર અને આણંદના બાકરોલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી. જોકે એમને કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં કરવામાં આવી નથી. એવા સમયે જે માંગણી જ નહોતી એવી માંગણી પાછળના તબ્બકે કરીને રાહત માંગવાની કોશિશ (Prophet Swami Controversy) સ્વીકારી શકાય નહિ. સંતો અને સાધ્વીઓના વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે હેબિયસ કોર્પસ પિટિશનએ યોગ્ય ફોરમ નથી. વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે કાયદા પ્રમાણે અલગ અરજીઓ કરી શકાશે. પણ હાલના તબક્કે કાયમી વસવાટની માંગણી સ્વીકારી શકાય નહિ.

આ પણ વાંચો : Sokhada Haridham Controversy: સમાધાન માટે હવે આવતા મહિના સુધી જોવી પડશે રાહ

શું હતો સમગ્ર મામલો - વડોદરા ખાતે આવેલું હરિધામ સોખડાએ હરિપ્રસાદ સ્વામીના નિધન બાદથી સંપત્તિની વહેંચણીને લઇને વિવાદમાં છે. હરિધામની અંદાજે 10,000 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ અને ગાદી વિવાદનો છે. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સમગ્ર વિવાદ (Vadodara Sokhda Controversy) ચાલી રહ્યો છે. જેમાં પ્રબોધ સ્વામી જૂથ દ્વારા હરિધામમાં સંતોના પાસપોર્ટ, ફોન, કેમેરા અને સામાન જપ્ત કરી લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Sokhda Haridham Swami Death: સોખડા હરિધામના સ્વામી ગુણાતીતના મૃત્યુ મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો

તમામ બેઠકો નિષ્ફળ - સાથે જ અહીં કેટલાક સંતો અને હરિભક્તોને પણ ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જે મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને ત્યારે બાદ હાઇકોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો. જેમાં સાધુઓને આણંદ પાસે આવેલા બાકરોલના આશ્રમમાં જ્યારે સાધ્વીઓને અમદાવાદના નિર્ણયનગર સ્થિત આશ્રમમાં રહેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંને પક્ષોને સમાધાનકારી વલણ અપનાવવા માટે કહ્યું હતુ. જેને લઈને હાઇકોર્ટના મીડીયેશન સેન્ટરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી (HC saints Compromise meeting) અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સમાધાન માટે 4 વખત બેઠક મળી હતી. જેમાં બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની હાજરીમાં આ સમગ્ર બેઠક મળી હતી. પરંતુ તમામ બેઠક નિષ્ફળ સાબિત થઇ હતી અને આ સમગ્ર રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.