ETV Bharat / city

ચાંદખેડામાં નર્મદા કેનાલની દુર્દશા, લોકો માટે કેનાલ બની કચરાપેટી

author img

By

Published : Nov 3, 2020, 9:27 PM IST

એક તરફ લોકો નર્મદા નદીને પૂજવામાં આવે છે તો બીજી તરફ નર્મદા નદીની જ કેટલીક કેનાલની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું અમદાવાદ ગાંધીનગરની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં. અહીં લોકો આ કેનાલને કચરા પેટીની જેમ તમામ પ્રકારનો કચરો અહીં નાખી કેનાલને પ્રદૂષિત કરી રહ્યા છે. આ તમામ તસવીર તમે આ અહેવાલમાં જોઈ શકશો.

ચાંદખેડામાં નર્મદા કેનાલની દુર્દશા, લોકો માટે કેનાલ બની કચરાપેટી
ચાંદખેડામાં નર્મદા કેનાલની દુર્દશા, લોકો માટે કેનાલ બની કચરાપેટી
  • મુખ્ય કેનાલમાં અઢળક કચરો ઠલવાય છે
  • સૂચનાઓના પાટિયા છતાં પૂજાપો નાંખવામાં આવે છે
  • આપઘાત નિવારવા તૈયાર કરેલી જાળીઓ લોકોએ તોડી નાંખી

અમદાવાદઃ શહેરના ચાંદખેડા ઝુંડાલથી અડાલજ જવાના માર્ગ પર આવેલી નર્મદા કેનાલમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. ગણેશોત્સવ, શ્રાવણ માસ, વ્રત અને નવરાત્રિ પછી કેનાલના બંને છેડે પૂજાપાના ઢગલા જોવા મળ્યા હતા. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કેનાલ પાસે જાહેર ચેતવણીના પાટિયા પણ લગાડ્યા છે. જેમાં લખ્યું છે કે, નહેરના પાણીમાં કચરો, પૂજાપા, મૂર્તિઓ, પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક કે કાચની બોટલ નાખી પ્રદુષણ ફેલાવવું નહીં. પાણી પ્રદૂષિત કરવું એ ગુનો છે. છતાં લોકો આ ચેતવણીને ઘોળીને પી જાય છે. અને કેનાલમાં કચરો અને પ્લાસ્ટિકના થર જોવા મળે છે. લોકો આપઘાત ન કરે એ માટે તૈયાર કરેલી જાળીઓ પણ કેટલાક તત્ત્વોએ તોડી નાખી છે. પૂજાપો, મૂર્તિઓ પ્લાસ્ટિકની થેલીઓ ફેંકવા બ્રિજ પરની જાળીઓમાં જગ્યા કરી દીધી છે.

નર્મદા કેનાલ ગુજરાતના હજારો લોકો સુધી પીવાનું પાણી પહોંચાડે છે

નર્મદા બંધની ઉંચાઈ વધાર્યા પછી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ઘણા ગામડા અને નાના-મોટા શહેરને કેનાલો દ્વારા પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. લાખો લોકો નર્મદાના નીર પીવે છે. સરકારની સૂચના, નોટિસ બોર્ડ ઠેરઠેર લગાડ્યા છતાં નર્મદા કેનાલમાં કચરાના ઢગલા અને પાણી પર થર જોવા મળે છે. કેવડિયાથી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે કરોડો રુપિયાનો ખર્ચ કરી તૈયાર કરેલી કેનાલની યોજનામાં લોકો પ્લાસ્ટિક, પૂજાપો, કચરો ઠાલવી રહ્યા છે. ખૂલ્લી કેનાલમાં કોઈ આપઘાત માટે કૂદી ન પડે અને અકસ્માતના સર્જાય એ માટે તૈયાર કરેલી લોખંડી જાળીઓ પણ તૂટી ગઈ છે. લીલ, મગર અને ઝેરી જીવોથી લોકોને બચાવવા પડેલા ફાયરના જવાનો પણ ભારે મુશ્કેલી અનુભવે છે.

પૂજાપો, ફૂલ, મૂર્તિઓના થર કેનાલ પર જામી ગયા છે

મુખ્ય અને નાની કેનાલોમાં ધાર્મિક પૂજાપો, ફૂલ અને મૂર્તિઓ પધરાવાય છે. ધાર્મિક આસ્થાના નામે તહેવારો પછી નર્મદા કેનાલમાં પધરાવાયેલી ચીજ વસ્તુથી પાણી પ્રદૂષિત થઈ ગયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેનાલમાં પડેલા લોકોનો જીવ બચાવવા પડતા મરજીવા ફાયર બ્રિગેડના જવાનોને કચરો, લીલથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.