ETV Bharat / city

જાણો જગન્નાથ યાત્રામાં નીકળતા ત્રણેય રથના નામ, સારથી તરીકે અર્જુન પણ હતો - જગન્નાથપુરી રથયાત્રા

અષાઢી બીજના દિવસે ઓડિશાના જગન્નાથ (Odisha Rathyatra 2022) મંદિરેથી દિવ્ય અને ભવ્ય રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા નવ દિવસ સુધી ચાલે છે. કોવિડના બે વર્ષના કપરા કાળ બાદ ધામધૂમથી રથયાત્રા (Jagannath puri Rathyatra 2022) કાઢવામાં આવે છે. પણ રથયાત્રામાં રહેલા રથ (Name of Three Rath) વિશે ભાગ્યે કોઈ જાણે છે. સૌથી ખાસ વાત એ છે કે, મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બનેલા. પણ આ રથયાત્રામાં સુભદ્રાજીના રથનો હંકારનાર વ્યક્તિ પણ અર્જુન હતો. જોઈએ એક ખાસ અહેવાલ

જાણો જગન્નાથ યાત્રામાં નીકળતા ત્રણેય રથના નામ, સારથી તરીકે અર્જુન પણ હતો

author img

By

Published : Jul 1, 2022, 4:54 PM IST

ન્યૂઝ ડેસ્કઃ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે પ્રભુ જગન્નાથ (Jagannath puri Rathyatra 2022) ભક્તોના આંગણે આવે છે. આ માટે મહિના પહેલાથી તડામાર તૈયારીઓ થાય છે. ઓડિશાના (Odisha Rathyatra 2022) જગન્નાથમાં તો રથયાત્રા (Jagannath Rath yatra 2022) પછીનું આખું વર્ષ રથ માટેના લાકડા શોધવામાં જાય છે. જ્યારે અખાત્રીજના દિવસે આ રથ બનાવવાનું કામ ચાલું કરવામાં આવે છે. જગન્નાથ પુરૂમાંથી નીકળતા રથનો આકાર મંદિર જેવો તૈયાર કરવામાં આવે છે. જે રીતે રથમાં આગળ ઘોડા હોય એવા જ ઘોડા લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે. પણ આ ત્રણેય રથ પાછળ (Name of Three Rath) પણ એક મોટી અને આશ્ચર્ય પમાડે એવી હકીકત છે.

જાણો જગન્નાથ યાત્રામાં નીકળતા ત્રણેય રથના નામ, સારથી તરીકે અર્જુન પણ હતો
જાણો જગન્નાથ યાત્રામાં નીકળતા ત્રણેય રથના નામ, સારથી તરીકે અર્જુન પણ હતો

આ પણ વાંચોઃ રથયાત્રામાં વોરા સમાજે એકતાનો આપ્યો સંદેશો, આ રીતે કરી ઉજવણી

નંદીઘોષઃ પ્રભુ જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. આ રથ ઈન્દ્રએ આપ્યો હોવાનું માનવામાં આવે છે. આ રથને પીળા રંગના રથથી સુશોભિત કરાય છે. આ રથની ઊંચાઈ 13.5 મીટર અને 832 લાકડામાંથી બને છે. આ રથની સુરક્ષા સ્વંય ગરૂડદેવ કરે છે. આ રથમાં કુલ 16 પૈડાં હોય છે. આ રથના સારથીનું નામ દારૂક છે. આ રથમાં પ્રભુ જગન્નાથ સિવાય વર્ષા, ગોવર્ધન, કૃષ્ણા ,નરસિંઘા, રામ, નારાયણ ,ત્રિવિક્રમ, હનુમાન અને રુદ્ર દેવ બીરાજમાન હોય છે. રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે એને શંખચુડા નાગની કહેવાય છે.

તાલધ્વજઃ બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. જેમાં કુલ 14 પૈડાં હોય છે. જેની ઊંચાઈ કુલ 13.2 મીટર હોય છે એટલે કે પ્રભુ જગન્નાથના રથ કરતા આ રથ નાનો હોય છે. આ રથને લાલ, વાદળી અને લીલા રંગથી સુશોભિત કરવામાં આવે છે. આ રથની સરક્ષા વાયુદેવ કરે છે. જ્યારે રથના સારથી મિતાલી છે. રથને જે દોરીથી ખેંચવામાં આવે છે એને વાસુકી નાગા કહેવાય છે. આ રથમાં પ્રભુ બલરામ સાથે ગણેશ, કાર્તિક, સર્વમંગલા, પ્રલામ્બરી, હટાયુધ્ય, મુત્યુંજય, નાતામ્વારા, મુકતેશ્વકર બેસે છે. તાલવનના દેવતાઓ તરફથી આ રથ મળ્યો હોવાથી તાલધ્વજ નામ અપાયું છે.

આ પણ વાંચોઃ Jagannath Rath yatra 2022: ભાવનગરમાં જગન્નાથની પહિંદ વિધિ સોનાની સાવરણીથી થઈ

દેવદલનઃ સુભદ્રાજીના રથનું નામ દેવદલન છે. જેને પદ્મધ્વજ પણ કહેવાય છે. જેમાં કુલ 12 પૈડાં હોય છે. જેની ઊંચાઈ 12.9 મીટર હોય છે. એટલે કે, રથયાત્રામાં સૌથી નાનો રથ સુભદ્રાજીનો હોય છે. જેમાં કુલ 593 લાકડાનો ઉપયોગ થાય છે.આ રથ લાલ અને કાળા રંગથી સુશોભિત કરવામાં આવે છે. આ રથની સુરક્ષા જયદુર્ગા માતા કરે છે. આ રથના સારથીનું નામ અર્જુન છે. આ રથ પર જે ધ્વજાજી હોય છે એને નંદબિક કહેવાય છે. જે દોરડાથી આ રથ ખેંચવામાં આવે છે એને સ્વર્ણચુડા નાગની કહેવાય છે.

ખાસ હોય છે રથની છત્રીઃ રથયાત્રાની છત્રી 1500 મીટર કાપડમાંથી બનાવામાં આવે છે. 15 દરજીની ટીમ રથ માટેની છત્રીને તૈયાર કરે છે. દરેક છત્રીનું કપડું વેંતથી મપાય છે. ત્રણ મહિના પહેલાથી આ કપડું લઈને સિવણકામ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.