ETV Bharat / city

રથયાત્રાના રૂટ પર આવતા 359 મકાનોને કોર્પોરેશને નોટિસ આપી - Municipal Corporation

અમદાવાદ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનું માનીએ તો રથયાત્રાના રૂટ પર 359 ભજયનક મકાનો છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 10, 2020, 11:00 AM IST

અમદાવાદ: દર વર્ષે અષાઢી બીજનાં દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરની ઐતિહાસિક રથયાત્રા સામજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. આગામી 23 તારીખે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે અને ઇતિહાસમાં પ્રથમવાર આ રથયાત્રા સાદાઈથી નીકળવાની છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશને ભયજનક મકાનોને નોટિસ આપી છે.

રથયાત્રાનો જે રુટ છે તે કોટ વિસ્તારનો છે.આ કોટ વિસ્તારમા વર્ષો જુના મકાન આવેલા હોવાથી કેટલાક મકાનો કે તેનો અમુક ભાગ ભયજનક બન્યો છે.આવા ભયજનક મકાનોને રીપેર કરવાની કે ભય જનક ભાગ ઉતારી લેવા નોટિસ આપવામાં આવી રહી છે.

રથયાત્રાના રૂટ ઉપર ફુલ 359 જેટલા ભયજનક મકાનો આવેલા છે. જોખમી સાબિત થઇ શકે આવા મકાનોકોટ વિસ્તારમા મકાનો જુના છે અને કેટલાક ભાડે આપેલા હોવાથી મકાન-માલિક અને ભાડુઆત વચ્ચેના ઝધડામા મકાન રીપેર કરી શકાતા નથી. આવા મકાનો રથયાત્રા અને ચોમાસામા જોખમી સાબિત થઇ શકે છે. ત્યારે તંત્ર કડક પગલા ભરે તે જરુરી છે.

બાકી દર વર્ષે કોર્પોરેશન રથયાત્રા આવે ત્યારે નોટિસ આપી સંતોષ માની લે છે.

વોર્ડભયજનક મકાનો
જમાલપુર 8
ખાડિયા.1 40
ખાડિયા 2 110
દરીયાપુર 77
શાહીબાગ 6
શાહપુર 3
સરસપુર 115

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.