ETV Bharat / city

અમદાવાદ : 23 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ મામલે મુખ્ય આરોપી ઝડપાયો - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ શહેરમાં રાજકોટની યુવતી પર 5 વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને 2 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી માલદેવ ભરવાડ ફરાર હતો. જેની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે ધરપકડ કરી છે. જ્યારે મદદ કરનારા 2 આરોપી હજૂ ફરાર છે.

અમદાવાદ સામૂહિક દુષ્કર્મ
અમદાવાદ સામૂહિક દુષ્કર્મ
author img

By

Published : Nov 29, 2020, 12:37 AM IST

  • સામૂહિક દુષ્કર્મનો મુખ્ય આરોપી ઝડપાયો
  • આ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી હતી
  • હજૂ મદદ કરનારા 2 આરોપીઓ ફરાર

અમદાવાદ: શહેરમાં રાજકોટની યુવતી પર 5 વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે શનિવારે મુખ્ય આરોપી માલદેવ ભરવાડ જે ફરાર હતો તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં મદદ કરનારા 2 આરોપીઓ હજૂ ફરાર છે.

કેવી રીતે રચ્યું હતું કાવતરું?

મૂળ રાજકોટની અને અમદાવાદમાં રહેતી યુવતીને માલદેવ ભરવાડ નામના યુવકે નોકરીની લાલચ આપી સંપર્ક કર્યો હતો. જે બાદ માલદેવ અને તેના 2 સાથી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી નામના યુવતીને નોકરીની લાલચ આપી ઉદેપુર, માંડવી, આબુ, ગાંધીધામ લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં નીલમ પટેલ અને જયમીન પટેલ નામના આરોપીઓએ અન્ય 3 આરોપીની મદદ કરી હતી.

આ અગાઉ 2 આરોપી પકડાયા હતા

સમગ્ર મામલે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી નામના 2 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે માલદેવ ભરવાડ પોલીસથી બચવા નાસીતો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની પણ શનિવારના રોજ ધરપકડ કરી છે. હાલ પોલીસે માલદેવની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મદદ કરનારા 2 આરોપીઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

જાણો શું છે સમગ્ર ઘટના

6 નવેમ્બર - અમદાવાદ: રાજકોટની યુવતી સાથે નોકરી આપવાનું કહીને નરાધમોએ આચર્યું દુષ્કર્મ

દેશભરમાં મહિલા પર થઈ રહેલા દુષ્કર્મના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે થોડા દિવસો અગાઉ જ સરદારનગર વિસ્તારમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. હવે બીજો એક સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે.

યુવતી હતી નોકરીની તલાશમાં

રાજકોટની 23 વર્ષીય યુવતીએ અમદાવાદમાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી સાથે 5 નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. યુવતી મૂળ રાજકોટની છે અને નોકરીની તલાશમાં હતી, ત્યારે 5 વ્યકિતઓએ ભેગાં મળીને કાવતરું રચીને યુવતીને ઓનલાઇન અરજી રિકવેસ્ટ મોકલી અમદાવાદ બોલાવી હતી. જે બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અલગ અલગ જગ્યાએ પર લઈ જઈ આચર્યું દુષ્કર્મ

યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ 5 શખ્સોએ યુવતીને બોલાવીને એક હોટલમાં રોકી રાખી હતી. જે બાદમાં દરરોજ તેની સાથેે સામૂહિક દુષ્કર્મ કરતા હતા. જે બાદમાં અલગ અલગ મકાનમાં પણ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુંં હતું. ગાડીમાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીને ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.