- વાવાઝોડાએ ખારાઘોડાના રણમાં તબાહી મચાવી
- ખારાઘોડાના રણમાં લાખો ટન મીઠાના ઉત્પાદનમાં નુકસાન
- અગરિયાઓના છાપરા અને સોલાર પેનલો વાવાઝોડામાં ઊડી
સુરેન્દ્રનગર : તૌકતે વાવાઝોડાના પગલે ખારાઘોડાના રણમાં લાખો ટન મીઠાના ઉત્પાદનમાં નુકસાન થયું છે. અગરિયાઓના છાપરા અને સોલાર પેનલો વાવાઝોડામાં ઊડી અગરિયાઓને અંદાજીત ત્રણ લાખ ટન મીઠાના પાકને નુકસાન થયું છે. સરકાર વહેલામાં વહેલી તકે રણમાં સર્વે કરે તેવી પ્રચંડ માગ ઉઠી છે. અગરિયાઓના ઝુંપડા, ખાવાપીવાની સામગ્રી અને સોલાર પેનલો વાવાઝોડામાં ઊડી ગઈ હતી. અગરિયાઓને અત્યારે ઉપર આભ અને નીચે ધરતી જાએ તો જાયે કહા જેવી સ્થિતિ છે.
આ પણ વાંચો : ખારાઘોડાનું રણ પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, બજાણા પાસે ચેકપોસ્ટનું લોકાર્પણ કરાયું
અગરિયાઓના મોનો કોળિયો છીનવાઈ ગયો
તૌકતે વાવાઝોડાના પગલે પાટડી તાલુકાના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પાટડી રણમાં અંદાજીત ત્રણ લાખ મેટ્રિક ટન મીઠા પર પાણી ફરી વળ્યું છે અને રણમાં મીઠાના ઢગલા ઉપર વાવાઝોડાના પગલે રણની ધૂળ ઉડીને ઢગલા ઉપર પડતા મોટાભાગના મીઠાના માલને ધૂળ ચોંટી જતાં કરોડો રૂપિયાનું મીઠું નષ્ટ પામ્યું હતું. મીઠાના પાટામાં પાણી ફરી વળતાં આથી અગરિયાના મોમાં આવેલો કોળિયો છીનવાયો હતો. તદુપરાંત તૌકતે વાવાઝોડાએ રણમાં તબાહી મચાવી હતી. રણમાં અગરિયાઓના ઝુંપડા, ખાવાપીવાની સામગ્રી અને સોલર પેનલો વાવાઝોડાના કારણે નષ્ટ પામી હતી. સરકાર વાવાઝોડામાં થયેલા નુકસાનનો સર્વે કરી અગરિયાઓને નુકસાનનું વળતર મળે કેવી સરકાર પાસે દુહાર લગાવી હતી.
આ પણ વાંચો : પાટડીના ખારાઘોડા રણમાં કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન
અનેક વખત સરકારમાં રજૂઆત કરી છતાં આજદિન સુધી કોઇ ઉકેલ આવ્યો નથી : હિગોર રબારી
મીઠા એસોસિયેશનના પૂર્વ પ્રમુખ હિગોરભાઈ રબારી દ્વારા જણાવ્યું હતું કે, આ તૌકતે વાવાઝોડાના પગલે રણમાં અનેક ટન મીઠાના પાટામાં પાણી ઘુસી ગયા છે. અગરિયાઓના ઝુપડા ઉડી ગયા છે. અગરિયાઓને લીઝ આપવામાં આવે તો તેમને મકાન, વીજળી, પાણી જેવી સગવડ રણમાં મળી રહે. તેઓએ આ બાબતે અનેક વખત સરકારમાં રજૂઆત કરી છતાં આજદિન સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. આ વખતે વાવાઝોડામાં થયેલા નુકસાનો સર્વે કરી અગરિયાઓને સહાય જલ્દીથી આપવામાં આવે. અગરિયાઓને થયેલા નુકસાનનો સર્વે કરી નુકસાનનું વળતર મળે તેવી અગરિયા સરકારને વિનંતી કરી રહ્યા છે. તેમને અત્યારે ઉપર આભ અને નીચે ધરતી જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.