અમદાવાદઃ હવેથી ગુજરાત હાઇકોર્ટમાંથી જ પુના અને દિલ્હી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં સીધું ઓનલાઇન કેસ ફાઇલિંગ થઈ શકશે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીએ હાઇકોર્ટ પરિસરમાં આ માટે માળખું ઉભું કર્યું છે. 1 એપ્રિલથી જાહેર જનતાને માટે આ લાભ અને સુવિધાને જાહેર પ્રજા માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
સમગ્ર દેશમાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર.શાહ અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.