અગાઉ હાઈકોર્ટે પ્રદિપ શર્મા વિરૂધ દાખલ થયેલી FIR રદ કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારબાદ તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. ગત સુનાવણીમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ દ્વારાપ્રદિપ શર્માની FIR રદ કરતી ક્વોશિંગ પીટીશન પર મુકવામાં આવેલા સ્ટેને હટાવવાની રજૂઆત કરી હતી. સરકારે રજૂઆત કરી હતી કે, સ્ટેને લીધે તપાસમાં સહયોગ થઈ શકતી નથી અને પ્રદિપ શર્માની કસ્ટોડિયલ તપાસ જરૂરી છે.
હાઈકોર્ટે પ્રદિપ શર્માના આગોતરા જામીન ફગાવી દીધા હતા. પ્રદિપ શર્મા પર હાઈકોર્ટમાં 10થી વધુ કેસ ચાલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્મા પર વર્ષ 2007માં ભાવનગરના ડેપ્યૂટી કલેક્ટર તરીકે નિમણૂક થયાના ત્રણ દિવસ બાદ મોરબીના અંનદપુરની ગામની 65 એકર જમીન ફરીવાર ફરીવાર ફાળવણી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે પ્રદિપ શર્મા પર જમીન બીજીવાર ગેરકાયદેસર અને કાયદાથી અધિન જઈને ફાળવણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. મહેસુલ વિભાગના જણાવ્યા પ્રમાણે 65 એકર જમીન કૃષિ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ વધુ તપાસ બાદ ખબર પડી કે, નિમણૂક કરાયેલી જમીનનો માલિક લંડનમાં રહે છે.