- રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું કોર્ટનું તારણ
- આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ
- રાજ્યમાં કોવિડ-19 મેેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ
- સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ કરશે સુનવણી
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈ આવતીકાલે એટલે કે 12 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી હાથ ધરશે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ સ્મશાનોમાં પણ અંતિમદાહ માટે મૃતકોના સ્વજનોએ વેઇટિંગ કરવું પડી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો અને જાહેર હીતની અરજી ગણી આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે.
![high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11368530_court.png)
![high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11368530_cour.png)
આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે થયો કોરોના બ્લાસ્ટ, 5 હજારથી વધુ કેસ નોંધાયા
ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે
રાજ્યમાં કોવિડ-19 મેેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ આવતીકાલે સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ આ મુદ્દે સુનાવણી હાથ ધરશે. ગત કેટલાક સમયથી જે રીતે અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે, તેને જોતા સ્થિતી વધુ ગંભીર હોવાનું કોર્ટે તારણ મેળવ્યું છે.
![high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11368530_cou.png)
![high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11368530_co.png)