ETV Bharat / city

વિધર્મી યુવકે નામ બદલી યુવતી પર અનેકવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ - love jihad

અમદાવાદનાં આનંદપુરા વિસ્તારમાં રહેતી એક હિન્દુ યુવતીને જુહાપુરાનાં એક ઇલેક્ટ્રીશિયન સાથે પ્રેમ થઈ ગયો હતો. પિન્ટુ ઠાકોર તરીકે ઓળખ આપનાર ઇલેક્ટ્રીશિયનનું સાચું નામ રમઝાન ઘાંચી હોવાની જાણ થતાં યુવતીએ આ અંગે પૂછપરછ કરી હતી. જેનાંથી ઉશ્કેરાયેલા રમઝાને યુવતી સાથે માણેલી અંગતપળોનાં વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપતા આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.

વિધર્મી યુવકે નામ બદલીને હિંદુ યુવતી પર અનેકવાર દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Feb 1, 2021, 7:33 AM IST

  • અમદાવાદમાં હિન્દુ યુવતીને થયો કડવો અનુભવ
  • ઇલેક્ટ્રિક કામ કરવા આવતા યુવક સાથે થયો પ્રેમ
  • આરોપીએ યુવતીની સાથે અનેક વખત આચર્યું દુષ્કર્મ

અમદાવાદ: આનંદનગર વિસ્તારમાં રહેતી યુવતીને જુહાપુરાનાં ઇલેક્ટ્રીશિયન રમઝાન ઘાંચીએ પિન્ટુ ઠાકોર નામ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલાને જુહાપુરા, આનંદનગર, સાણંદનાં તેલાવ ગામ સહિત માઉન્ટ આબુ જેવી જગ્યાઓ પર લઈ જઈને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પિન્ટુ ઠાકોરનું અસલી નામ રમઝાન હોવાનો ખુલાસો થતા મહિલાએ આ બાબતે પૂછપરછ કરી હતી. જેનાં કારણે ઉશ્કેરાયેલા રમઝાને યુવતી સાથે માણેલી અંગતપળોનાં વીડિયો અને ફોટો વાયરલ કરવાની ચીમકી આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

ઘરે ઈલેક્ટ્રિક કામ માટે બોલાવ્યો અને બન્ને એકબીજાનાં પ્રેમમાં પડ્યાં

આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ આરોપી રમઝાન ઉર્ફ પિન્ટુ ઠાકોર ઇકબાલ ઘાંચી (ઉં,23) રહે, જુહાપુરા, અમદાવાદ વિરૂધ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 31 વર્ષીય યુવતી તેની 13 વર્ષની પુત્રી સાથે પતિ જોડે મનમેળ ન હોવાથી અલગ રહે છે. યુવતીએ ઇલેક્ટ્રિક કામ માટે ઘરે યુવકને બોલાવ્યો હતો. તે સમયે આરોપીએ યુવતીને પોતાનું નામ પિન્ટુ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. થોડા દિવસો બાદ ફરીથી ફ્રિજ બગડતાં યુવતીએ પિન્ટુને ફોન કર્યો હતો. તે પછી ફોન વાતચીત અને ચેટિંગ શરૂ થયું હતું. દરમિયાન યુવતી અને પિન્ટુ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જ્યારબાદ, પિન્ટુ યુવતીને માઉન્ટ આબુ, સાણંદના તેલાવ ગામ, ગોપાલ આવાસ અને જુહાપુરા સ્થિત મકાને લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી રમઝાન ઘાંચી ઉર્ફે પિન્ટુ
આરોપી રમઝાન ઘાંચી ઉર્ફે પિન્ટુ
ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ કરી, આરોપી ઝબ્બેથોડા સમય બાદ યુવતીને જાણ થઈ કે, તે જેને પિન્ટુ સમજીને પ્રેમ કરે છે, તેનું અસલી નામ રમઝાન ઘાંચી છે. યુવતીએ આ બાબતે તેને પૂછતાં રમઝાન ઉર્ફે પિન્ટુ ઉશ્કેરાયો હતો. રમઝાને યુવતીને તેઓ વચ્ચેની અંગત પળોના વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતે કોઈને વાત કરી તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી.અગ્રાવતે જણાવ્યું હતું કે, આરોપી રમઝાને હિન્દૂ નામ ધારણ કરી મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યાનો ભોગ બનનારે જણાવ્યું હતું. દુષ્કર્મના આરોપી રમઝાન ઉર્ફ પિન્ટુ ઠાકોરની અટકાયત કરી લીધી છે. તેનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. યુવતીઓના મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સોસમાજમાં કેટલીક વખત માતા-પિતા પોતાની દીકરીઓને ઘણી બધી છૂટછાટ આપી દેતા હોય છે. જેમાં મોબાઈલ અને વાહન આપ્યા બાદ યુવતીઓને બધું જ મળી ગયું તેવું બની જતું હોય છે. જે બાદ તેના માતા-પિતા પણ પોતાની દિકરીઓનું ધ્યાન રાખતા નથી. જેથી યુવતીઓ પાગલપન જેવા પ્રેમમાં બધુ ભૂલી જતી હોય છે. જેનો સીધો ફાયદો કેટલાક આરોપીઓ પોતાની હવસ ઉતારવામાં સંતોષતા હોય છે.પરંતુ હજુપણ સમાજનાં માતા-પિતાએ ઘણું ધ્યાન રાખવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.