- તૌકતે નામનું વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટક્યું હતું
- ભાજપે વાવાઝોડામાં પ્રજા સાથે ઉભા રહ્યાનો દાવો કર્યો
- કમલમ ખાતે શરૂ કરાઇ હતી હેલ્પલાઇન
અમદાવાદઃ વિપત્તિના સમયે કોઈપણ રાજકીય પાર્ટીઓ પ્રજા સાથે હોતી નથી, તેવુ અનેક વાર જોવા મળ્યું છે. કોરોના કાળમાં પણ આ જ દશા પ્રજાની જોવા મળી છે. સૌથી વધુ કાર્યકરો હોવાનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીએ 'તૌકતે' વાવાઝોડા સમયે પ્રજાની પડખે ઉભો રહેવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડા બાદ સિંહ સલામતઃ જુઓ વિડીયો
ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસનો દાવો
ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડા ગુજરાતને અથડાવવાની જાણ થતાં જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તમામ જિલ્લાના હોદ્દેદારોને પ્રજાની પડખે રહેવા સૂચના આપી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મદદ માંગનારા વ્યક્તિ માટે હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યો હતો. વાવાઝોડાના સમયે ભાજપે વાવાઝોડાના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં જેવા કે ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ભોજન અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. રસ્તા પર પડેલા વિધ્નો દૂર કર્યા હતાં. કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા અને લોકોના સ્થાનાંતરણમાં પણ વહીવટી તંત્રને મદદ કરી હતી.
આ પણ વાંચોઃ બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન
અમદાવાદમાં શુ કર્યું ?
અમદાવાદ વિશે વાત કરતાં ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પૂર્વ અને વર્તમાન કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોર્પોરેટરોએ વાવાઝોડાની અસર વર્તાઇ ત્યારથી લઈને વરસાદ વરસવાનો બંધ થયો ત્યાં સુધી લોકો વચ્ચે રહ્યા, રસ્તાઓ ખુલ્લા કર્યા. જો કે ETV Bharat અહીં નોંધ્યું છે કે , હજુ ઘણાં વૃક્ષો અમદાવાદના રોડ ઉપર જેમને તેમ પડ્યા છે.