- અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશનમાં ઉજવાયો રક્ષાબંધનનો તહેવાર
- વિદ્યાર્થીનીઓએ રાખડીઓ બાંધીને પોલિસ જવાનો પાસે માંગ્યું સુરક્ષાનું વચન
- વિદ્યાર્થીનીઓએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી
અમદાવાદ: ખોખરા પોલીસ સ્ટેશન ખાતે અર્ચના વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા કોરોનાના કપરા સમયમાં પોલીસ જવાનોની કામગીરી અને 24 કલાક ખડેપગે કામ કરતા પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી હતી. વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનમાં વંદે માતરમ અને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. પોલીસ જવાનોએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને હમેશા પ્રજાની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આમ તો પોલીસ જવાનોને કોઈ વાર તહેવાર હોતા નથી અને 24 કલાક પ્રજાની સેવા કરે છે.
આ પણ વાંચો: સુરતના એના ગામની આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે
સમગ્ર ખોખરા પોલિસ સ્ટેશન સકુંલમાં વિદ્યાર્થીનીઓએ જયહિંદનો જયઘોષ કર્યો
પોલિસ અધિકારી સહિત સમગ્ર પોલિસ સ્ટાફે વિદ્યાર્થીનીઓને મિઠાઈની ભેટ આપીને શહેર અને ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં સતત કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ખાતરી આપી હતી. રક્ષાબંધનના તહેવારમાં પણ પોલીસ જવાનો ખડેપગે ફરજ પર હાજર રહીને લોકોની સેવા કરે છે, ત્યારે સમાજમાં કોઈ પણ પ્રકારે દુષણ ન ફેલાય તેની માટે કામ કરે છે. વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું અને હમેશા તેઓ પ્રજાની રક્ષા કરે તેમજ અસામાજિક તત્વોને દૂર કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.
આ પણ વાંચો: વડોદરા SSG હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી, નર્સિંગ સ્ટાફે દાખલ દર્દીઓને રાખડી બાંધી