ETV Bharat / city

સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાની પ્રથમ દીવાલ બનીને તૈયાર

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ડેવલોપમેન્ટ પૂર્ણ થતા હવે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા બીજા તબક્કા અંતર્ગત ડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત નદીની બન્ને બાજુ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના એવરેજ 5.5 કિલોમીટર સુધી નદીની લંબાઈને સમાંતર બન્ને બાજુએ 800 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડેવલોપમેન્ટ અંતર્ગત આજે પ્રથમ ડાયા ફાર્મ દીવાલનું કામ પૂર્ણ થયા હોવાની માહિતી મનપા કમિશનર મુકેશકુમારએ ટ્વિટરના માધ્યમથી આપી હતી.

author img

By

Published : Jul 22, 2021, 7:11 PM IST

સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાની પ્રથમ દીવાલ બનીને તૈયાર
સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાની પ્રથમ દીવાલ બનીને તૈયાર
  • રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટના બીજા તબક્કામાં ડફનાળા નજીક એક દિવાલ બનીને તૈયાર થઈ
  • મનપા કમિશનર મુકેશકુમારે ટ્વિટરના માધ્યમથી અમદાવાદીઓને કરી જાણ
  • કુલ 800 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી થવાનો અંદાજ છે

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ(Sabarmati river front)ના બીજા તબક્કા અંતર્ગત સ્ટેપ્ડ એમબેન્કમેન્ટની ડિઝાઇન કરી મહત્તમ વૃક્ષો ઉગાડી એક્ટિવ તથા ગ્રીન ડેવલોપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટના બીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટેરા સ્ટેડિયમ તેમજ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવને પણ કનેક્ટિવીટી આપવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ 34 કિલોમીટર થશે

આજે મળેલી આ સફળતાને કમિશનર મુકેશકુમારે માઈલસ્ટોન ગણાવી હતી. વધુમાં રિવરફ્રન્ટ(river front)ની લંબાઈ વધારીને ઇન્દિરા બ્રિજ સુધી બન્ને કિનારા થઈને 11.5 કિમી જેટલો પ્રોજેક્ટ બીજા તબક્કા અંતર્ગત લંબાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ(sabarmati river front)ની કુલ લંબાઈ 34 કિલોમીટર થશે. બીજા તબક્કા અંતર્ગત નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમીનાડ, રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્ક અને, રહેણાંક તેમજ વાણિજ્ય પ્રકારના વિકાસના કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈન્દિરા બ્રિજ જનારા લોકો ટ્રાફિકમાં અટવાયા વિના જઇ શકશે

આ ઉપરાંત બીજા તબક્કામાં હાલના રિવરફ્રન્ટ(river front) કરતા વધારે હરિયાળી હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નદીના બન્ને કાંઠે ગ્રીન પટ્ટા, અલગ-અલગ લેવલ પર વૃક્ષોનુ વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમજ લોકો માટે જુદા-જુદા લેવલ પર બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. બીજા તબક્કાનું ડેવલોપમેન્ટ થઈ જતા ઇન્દિરા બ્રિજ તરફ જનારા રાહદારીઓ રિવરફ્રન્ટમાંથી જઈ શકશે, તેથી ઝડપથી તેઓ ટ્રાફિકમાં અટવાયા વિના પસાર થઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.