- કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા રવિવારે ગુજરાતની મુલાકાતે
- અંકલેશ્વરના ભારત બાયોટેક પ્લાન્ટની કરશે મુલાકાત
- ગુજરાતમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને કરશે રિલીઝ
અમદાવાદ: ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. આ પ્લાન્ટમાં બનેલી કોરોનાની વેક્સિન COVAXINની સૌપ્રથમ બેચને રવિવારે કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા રિલીઝ કરશે.
ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાશે નહી
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશમાં એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે, જે વિક્રમ સર્જાયો છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવમાં આ એક ઐતિહાસિક કિર્તીમાન સ્થપાયો છે. કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનુસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વરની મુલાકાતને અત્યંત મહત્વની છે. મનસુખ માંડવિયા રવિવારે અંકલેશ્વરના આ જ પ્લાન્ટમાં બનેલી સૌપ્રથમ બેચને રિલીઝ કરશે. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ બધાને વેક્સિન, મફત વેક્સિનને વધુ સફળતા મળશે. તેમજ હવે ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાશે નહી.