ETV Bharat / city

ધુળેટીના દિવસથી રાજસ્થાનીઓનો તહેવાર ગણગોર શરુ - festival news

ભારત હંમેશાથી પોતાની આગવી સંસ્કૃતિને વરેલો દેશ રહ્યો છે. દરેક રાજ્યની પોતાની અલગ સંસ્કૃતિ અને અનોખા તહેવારો છે. છતાં દેશની એકતા એક છે. સોમવારથી રાજસ્થાનીઓનો તહેવાર ગણગોરની શરૂવાત થઇ છે. કુંવારી કન્યાઓ હોય કે પરણિત મહિલાઓ તમામ માતા ગણગોરની 16 દિવસની પૂજા માટે એટલા જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

15 એપ્રિલ સુધી ભગવાનની કરાશે પૂજા
15 એપ્રિલ સુધી ભગવાનની કરાશે પૂજા
author img

By

Published : Mar 29, 2021, 6:04 PM IST

  • ધુળેટીથી રાજસ્થાનીઓનો તહેવાર ગણગોર શરુ
  • 15 એપ્રિલ સુધી ભગવાનની કરાશે પૂજા
  • સારા વર અને પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે પૂજા

અમદાવાદ: રાજસ્થાનથી ગુજરાત રોજગાર અર્થે આવેલા રાજસ્થાનીઓ ગુજરાતની ભૂમિ ઉપર પણ એટલી જ શ્રદ્ધાથી ગણગોરની ઉજવણી કરતાં જોવા મળે છે. હોળીના બીજા દિવસે પ્રગટેલી હોળીની માટીમાંથી માતા ગણગોરની પ્રતિમા બનાવવામાં આવે છે અને 16 દિવસ સુધી તેમની સેવા કરવામાં આવે છે.

આ પણ વાંચો: અંબાજીમાં ફૂલોની હોળીનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવતા શ્રદ્ધાળુ ઘટાડો

ગુજરાતમાં ગણગોરનો તહેવાર

ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલનના આસિસ્ટન્ટ સેક્રેટરી અંજલિ કૌશિકનું કહેવું છે કે, ગણગોરના 16માં દિવસે શાહીબાગ ખાતે આવેલા રાણી સતીના મંદિરે જઈ મહિલાઓ પૂજન વિધિ કરશે. રાજસ્થાની લોકગીત ગાઈ માતા ગણગોરને રીઝવવાનો પ્રયાસ કરશે.

રાજસ્થાનીઓનો તહેવાર ગણગોર શરુ

આ પણ વાંચો: ભાવનગરમાં બાળકોએ ધુળેટીનો આનંદ લૂંટયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.