અમદાવાદઃ સ્કૂલની દાદાગીરીને પગલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. એકતરફ રાજ્ય સરકાર અને હાઇકોર્ટે પણ સ્કૂલન ખુલે ત્યાં સુધી ફી લેવા પર રોક લગાવી છે તો બીજી બાજુ ઉદગમ સ્કૂલ મનમાની કરી રહી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી નહીં લેવાનો પરિપત્ર કર્યા બાદ શિક્ષણ બંધ કરનાર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત બાદ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે પણ સોમવારથી એટલે કે આજથી ઓનલાઇન એજ્યુકેશન આપવાનો નિર્ણય કર્યો છે.
ફી ન મળી તો થલતેજની ઉદગમ સ્કૂલે ઓનલાઈન શિક્ષણ કરી દીધું બંધ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં વાલીએ જણાવ્યું કે મેં ફી ભરી છે છતાં મને વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી નાંખવામાં આવ્યો છે. આ બાબતે સ્કૂલ મેનેજમેન્ટને પૂછતાં તેઓ કહે છે કે અમારી સિસ્ટમમાં સ્કૂલ ફી દેખાય તો જ અમે હવે એડ કરીશું. તેવામાં તેમને ઉદગમ સ્કૂલનો ફી ભરવા અંગેનો મેસેજ તથા વોટ્સએપમાંથી રીમૂવ કર્યા હોવાના સ્ક્રીન શોટ પણ તેમને બતાવ્યા તેમ છતાં તેમને પોતાની મનમાની ચલાવી હતી.
ફી ન મળી તો થલતેજની ઉદગમ સ્કૂલે ઓનલાઈન શિક્ષણ કરી દીધું બંધ છેલ્લાં એક મહિના કરતા વધુ સમયથી રાજ્યના શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી લેવાનું શરૂ કર્યું હતું. શાળા સંચાલકો દ્વારા ફી માટે ભારે દબાણ થતાં કેટલાક વાલીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. હાઈકોર્ટમાં થયેલી આ અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને અનુસરશે. ત્યારબાદ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણય બાદ ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સોમવારથી ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દેવાની જાહેરાત કરી હતી. તેવામાં હવે સરકાર ફી ભરવા જે સ્કૂલો દબાણ કરી રહી છે તેમની સાથે કઈ રીતની કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું છે.