- ગુજરાત એસટી નિગમના 02 હજારથી વધુ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા હતા
- 130થી વધુના થયા છે કોવિડથી મોત
- કર્મચારીઓની સરકાર સમક્ષ આર્થિક પેકેજની માગ
- 2020-21માં મુસાફર ભાડામાં 100 કરોડનું નુક્સાન
અમદાવાદઃ રાજ્ય એસટી નિગમના 02 હજારથી વધુ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થયા છે અને 130થી વધુનું નિધન થયું છે. 2014 થી એસ.ટી ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. અત્યારે એસ.ટી.નિગમ પણ પેસેન્જરોની 60 થી 70 ટકાની કેપેસીટી સાથે ચાલી રહ્યું છે.
આ પણ વાંચોઃ વલસાડ રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ રહેતા એસ.ટી. વિભાગને 7 લાખનો ફટકો પડશે
એસટી નિગમને પ્રવાસના ભાડા આવકમાં 100 કરોડનું નુક્સાન
વર્ષ 2020-21 માં એસટી નિગમને પ્રવાસના ભાડા આવકમાં 100 કરોડનું નુક્સાન ગયું છે. દૈનિક 44 હજાર ટ્રીપની જગ્યાએ, 12 હજાર ટ્રીપ ચાલી રહી છે. નિગમની આર્થિક સંકડામણને જોતાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિગમ માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ મોરબી અને વાંકાનેર બસ સ્ટેન્ડનું મુખ્યપ્રધાન રુપાણીએ કર્યું લોકાર્પણ
અન્ય રાજ્યોનું આપ્યું ઉદાહરણ
એસટી નિગમના કર્મચારીઓએ મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યનું ઉદાહરણ આપીને તેમને તેમના ક્ષેત્રના નિગમના કર્મચારીઓએ કરેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ નિગમના કર્મચારીઓ કોરોના કાળમાં કરેલા વિવિધ કાર્યોની પણ માહિતી આપી હતી. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમને જરૂર પડે નિગમના કર્મચારીઓની કરેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો.