ગત 28 ઓગસ્ટના રોજ વૈષ્ણવદેવી સર્કલ ખાતે રુટ નંબર 501ની બસ ખાડામા ઉતરી ગઇ હતી. જે અંગે ડ્રાઇવરને ફરજ પરથી મોકૂફ કરવામા આવ્યો છે, તો તે ઘટના બની તે સમયે વૈષ્ણવદેવી કંટ્રોલ કેબીન પર ગેહાજર રહેલા 2 કંડક્ટરોને પણ નોકરીમાથી મોકૂફ કરવામાં આવ્યા છે.
AMTS બસને ખાડામાં ઉતારી દેનારા ડ્રાઇવર અને કંડક્ટરને ફરજ મોકૂફ કરાયા
- 28 ઓગસ્ટના રોજ બસ ખાડામાં ઉતરી હતી
- અકસ્માત થવાથી ડ્રાઈવર અને 2 કંડક્ટરને ફરજ મોકૂફ કરાયા
- કોન્ટ્રાક્ટરને 25 હજારનો દંડ ફટકારાયો
આ ઉપરાંત કોન્ટ્રાક્ટરને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે, તો ઇસ્કોન મંદિર પાસે થયેલા અકસ્માતની ઘટનામા કોન્ટ્રાક્ટરને એક લાખ રુપિયાનો દંડ ફટકારવામા આવ્યો છે. આ સાથે જ ડ્રાઇવરને 6 માસ માટે સસ્પેન્ડ કરવામા આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ને ઘટનામા કોન્ટ્રાક્ટર અરહમ પ્રાઇવેટ લીમિટેડની બસ હતી.