ETV Bharat / city

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલન, 20 હજાર શિક્ષકોએ સેલ્ફી મોકલાવી નોંધાવ્યો વિરોધ

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર સ્કૂલોમાં શિક્ષકો દ્વારા અગાઉના પડતર પ્રશ્નોને લઇને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. કોઈ નિવારણ ન આવતા હવે શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે. રાજ્યભરમાં શિક્ષકોને સાથે રાખીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (National Federation of Education) દ્વારા ડિજીટલ આંદોલન (Digital movement) કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં અત્યાર સુધી 20,000 થી વધુ સેલ્ફી લઈને શિક્ષકોએ મોકલી આપી છે.

(National Federation of Education
(National Federation of Education
author img

By

Published : Aug 5, 2021, 8:33 PM IST

  • શિક્ષકોના પ્રશ્નોને લઇને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનનું કરાયું એલાન
  • વિવિધ મુદ્દાઓને લઇને શિક્ષકો દ્વારા ઓનલાઇન વિરોધ શરૂ કરાયો
  • 20 હજારથી વધુ શિક્ષકોએ ઓનલાઇન વિરોધ નોંધાવ્યો

અમદાવાદ: રાજ્યમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (National Federation of Education) દ્વારા 1 ઓગસ્ટથી ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનમાં રાજ્યના હજારો શિક્ષક જોડાયા છે. આ અગાઉ પડતર માંગણીને લઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિવારણ ન આવતા શિક્ષકો દ્વારા હવે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. 7 ઓગસ્ટ સુધી આ ડિજિટલ આંદોલન (Digital movement) ચાલશે. જે બાદ સંઘની કોર કમિટીની બેઠક મળશે, જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલન શરૂ કરાયું

આ પણ વાંચો: અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ

અનેક પ્રશ્નોને લઇને શિક્ષકોમાં રોષ

વિવિધ મુદ્દાઓને લઇને શિક્ષકો દ્વારા ઓનલાઇન વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. અનેક પ્રશ્નોને લઇને શિક્ષકોમાં રોષ છે જેવા કે ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવાની શિક્ષકોની માગ, સાતમાં પગારનુ એરિયર્સ બે વર્ષથી નથી ચુકવાયું, સરકાર દ્વારા પાંચ હપ્તામા એરિયર્સ ચુકવવાનુ નક્કી કરાયું હતુ, સીપીએફને નાબુદ કરીને જીપીએફ લાગુ કરવા શિક્ષકોની માગ, ફાજલ શિક્ષકને કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતા દુર કરવા માગ વગેરે જેવી માગને લઈને 20 હજારથી વધુ શિક્ષકોએ ઓનલાઇન વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને પત્ર, ઓડ-ઇવન પદ્ધતીથી 50 ટકા શિક્ષકોને સ્કૂલમાં બોલાવવામાં આવે

આગામી દિવસોમાં અમારી બેઠક કરીને વિરોધ અંગે રણનીતિ નક્કી કરવામાં આવશે: આર.પી.પટેલ

શૈક્ષિક સંઘના મહામંત્રી (General Secretary) આર.પી.પટેલે જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટથી અમારી ડિજિટલ આંદોલન શરૂ થયું છે. જેમાં 20,000 શિક્ષકોએ સેલ્ફી મોકલાવી છે. હજુ 2 દિવસ આંદોલન ચાલશે, જેમાં અનેક શિક્ષકોની સેલ્ફી મળશે. હજુ અમારી માંગણી પૂરી નહિ થાય તો આગામી દિવસોમાં અમારી બેઠક કરીને વિરોધ અંગે રણનીતિ નક્કી કરવામાં આવશે. આગામી સમયમાં 7 તારીખે કોર કમિટીની બેઠક બાદ સૈશિક મહાસંઘ દ્વારા આગળના સરકાર વિરુદ્ધના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે, ત્યારે હવે શિક્ષકો લડી લેવાના મૂડમાં જણાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.