અમદાવાદઃ રોજગાર કચેરીએ સ્નાતક થયેલા ઉમેદવારોની રોજગાર ક્ષમતામાં વધારો કરવા માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસની મદદથી ઓનલાઇન સોફ્ટ સ્કિલ ટ્રેનિંગનું આયોજન કર્યું છે.આ તાલીમ ફી રહેશે. 100 કલાકની આ તાલીમ લીધા બાદ ઉમેદવાર લેખિત પરીક્ષા ક્લિયર કર્યા બાદ TCS કંપનીમાં પ્લેસમેન્ટને પાત્ર બનશે. ઉમેદવારોએ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને 30 જુલાઈ 2020 પ્રારંભિક સત્રમાં હાજરી આપવાની રહેશે. લોગ-ઇન અંગેની વિગતો ફક્ત ઉમેદવારો સાથે જ શેર કરવામાં આવશે.
સામાન્ય રીતે ક્યાંક યુવાનોમાં આ સ્કીલનો અભાવ જોવા મળે છે.તેથી આ સ્કિલ વિકસાવવા માટે તેમના દ્વારા ઓનલાઇન તાલીમનું આયોજન કરાયું છે.જેથી યુવાનોમાં સૉફ્ટ સ્કિલ ડેવલપ થશે અને તેમની રોજગાર ક્ષમતામાં વધારો થશે.વધુમાં તેઓ કહે છે કે, રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા યુવાનોને પણ ઓનલાઇન ટ્રેનિંગનો લાભ મળશે.
વિજયવર્ગીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ સમાજના વંચિત વર્ગો સુધી પહોંચવાનો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ કોર્પોરેટ સોસીયલ રિસ્પોનસીબીલીટી હેઠળ આ ટ્રેનિંગ એક્ટિવિટી કરી રહી છે અને જો સારો પ્રતિસાદ મળશે તો આગામી સમયમાં બીજી બેચનું પણ આયોજન કરીશું.
ઉમેદવારો આ માટે નીચેની લીંક પર પણ નોંધણી કરાવી શકશે http://tinyrul.com/y4dcw3jt |