ETV Bharat / city

સોલા સિવિલમાં ગુમ થયેલી બાળકીના કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદની નામાંકિત સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક જ દિવસની નવજાત બાળકીનું અપહરણ થતાં પોલીસ પણ દોડતી થઇ છે, ત્યારે આ અંગે હવે આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ પણ કરશે.

સોલા સિવિલમાં ગુમ થયેલી બાળકીના કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે
સોલા સિવિલમાં ગુમ થયેલી બાળકીના કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે
author img

By

Published : Sep 4, 2021, 8:39 PM IST

  • 72 કલાક બાદ પણ હજુ સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી
  • સોલા પોલીસની નિષ્ક્રિયતા દેખાતા હવે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી
  • ક્રાઇમ બ્રાન્ચ હવે આગળની તપાસ કરશે

અમદાવાદ- સોલા સિવિલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બાળકીનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર સહિત પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે તાબડતોડ હોસ્પિટલમાં પહોંચેલી પોલીસે બાળકીને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલ પોલીસે સોલા સિવિલ હોસ્પિટલના અલગ-અલગ જગ્યાના CCTV ચેક કરવાની કામગીરી પણ આદરી છે, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીનું અપહરણ થયું છે તેના સીસીટીવી સામે આવ્યા હતા.

આ પણ વાંચો- કેન્દ્રિય ગૃહપ્રધાનને સોલા અને ગાંધીનગર સિવિલને ફાળવ્યા 50 પોર્ટેબલ બાયપેપ મશીન

બાળકીની ભાળ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી છે

સરસ્વતી રાજેન્દ્ર પાછી મૂળ અમેઠીના વતની અને પોલીસને જાણ કરી હતી કે," તેમણે 31 ઓગસ્ટે તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પહેલી સપ્ટેમ્બરના રોજ તેમણે બાળકીને જન્મ આપ્યો હતો. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે pnb વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી સપ્ટેમ્બર મધ્યરાત્રે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે એક દિવસની બાળકી ગાયબ હોવાની માહિતી મળતા જ હોસ્પિટલમાં પરિવારે દોડધામ શરૂ કરી હતી". અંતે બાળકીની ભાળ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે.

પોલીસે બાળકીના અપહરણ મામલે મહિલા ટીમ પણ બનાવી છે

સોલા પોલીસ દ્વારા હાલ બાળકીના અપહરણ મામલે અલગ-અલગ વિશિષ્ટ ટીમો બનાવવામાં આવી હતી, પરંતુ હવે સોલા સિવિલની નિષ્ક્રિયતા દેખાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર કેસની તપાસ કરશે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા હોસ્પિટલ તંત્રના તમામ સિક્યુરીટી સ્ટાફ, હોસ્પિટલ તંત્રના સ્ટાફ સહિત અલગ-અલગ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસે બાળકીના અપહરણ મામલે મહિલા ટીમ પણ બનાવી છે જેમના થકી મહિલા તબીબોની તપાસ હાથ ધરવામાં આવી.

આ પણ વાંચો- સોલા સિવિલની ગંભીર બેદરકારી આવી સામે, એક જ દિવસની બાળકીનું અપહરણ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

હોસ્પિટલની આજુબાજુના CCTV પણ ચેક કરવામાં આવી રહ્યા છે

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હોસ્પિટલની આજુબાજુના CCTV પણ ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાળકીને લઈ જનાર મહિલા કોણ છે તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ત્યારે 72 કલાક બાદ પણ બાળકીની કોઈ ભાળ નહિ મળતા પરિવાર ખૂબ જ ચિંતિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.