આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટિસ પાઠવવી પડે છે. બંને સાધિકાઓની ધરપકડ નોટિસ પાઠવ્યા વિના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બરના રોજ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનવણી 30 નવેમ્બરના રોજ નિયત હાઈકોર્ટે બંનેની વચગાળાની જામીન અરજી ફગાવી હતી. અગાઉ વિવેકાનંદનગર પોલીસ દ્વારા તપાસ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે બંને મહિલા આરોપીઓના 27 નવેમ્બર બપોરે 1 વાગ્યે સુધીના રિમાન્ડ મજૂર કર્યા હતા.
નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માગણી કરવામાં આવી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાને આશ્રમ ન છોડવાની નોટિસ પણ પાઠવી હતી.