અમદાવાદઃ શ્વેતા જાડેજાએ હાઇકોર્ટના હુકમ બાદ ચાર્જશીટ દાખલ થયા બાદ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટ દ્વારા તેની અરજી ફરીવાર ફગાવી દેવામાં આવી છે. આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોવાથી અને જો જામીન મુક્ત કરવામાં આવે તો સાક્ષીઓ અને પુરાવવા સાથે ચેડાં કરી શકે છે, તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.
કોર્ટે PSI શ્વેતા જાડેજાની ચાર્જશીટ બાદની જામીન અરજી ફગાવી - અમદાવાદ પોલિસ
અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PSI શ્વેતા જાડેજા દુષ્કર્મ આરોપી પાસેથી 35 લાખ રૂપિયા લાંચ માંગવામાં કેસમાં ચાર્જશીટ દાખલ થયાં બાદ ફરીવાર દાખલ કરાયેલી અરજી શુક્રવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હવે જામીન મેળવવા માટે આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરવી પડશે.
કોર્ટે PSI શ્વેતા જાડેજાની ચાર્જશીટ બાદની જામીન અરજી ફગાવી