અમદાવાદઃ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં મહિલા અને 16 વર્ષની પુત્રી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં અવાંછનીય બાળકના જન્મ માટે 6.68 લાખ રૂપિયા વળતરની માગ કરાઇ છે. જો કે કોર્ટે સરકારને આ મુદ્દે બંને માતા અને પુત્રીને 25-25 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
મહિલાની જાણ વગર નસબંધી કરાતાં કોર્ટે વળતર પેટે 25 -25 હજાર ચૂકવવાનો આદેશ કર્યો કોર્ટે મહત્વનું અવલોકન કરતાં કહ્યું કે, આ વળતર અનિચ્છનીય બાળકના જન્મ માટે નહીં પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા મહિલાની પરવાનગી વગર તેની નસબંધી કરવામાં આવી તેના માટે આપવામાં આવ્યું છે. વર્ષ 2001માં એબોર્શન દરમિયાન ડોક્ટરોએ નસબંધીના કાગળો પર તેના પતિના હસ્તાક્ષર લઈ લીધાં હતાં. ડોક્ટરોએ પરિવાર નિયંત્રણ યોજના હેઠળ નસબંધી કરી હતી. જો કે ત્યાર પછી 2004માં ફરિયાદી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.
મહિલાની જાણ વગર નસબંધી કરાતાં કોર્ટે વળતર પેટે 25 -25 હજાર ચૂકવવાનો આદેશ કર્યો વર્ષ 2012માં બંને માતા અને પુત્રી દ્વારા અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી.