ETV Bharat / city

સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ - અમિત ચાવડા

કોરોના વાયરસનો કહેર સમગ્ર ભારતભરમાં છે ત્યારે આ મામલે કોંગ્રેસે સરકાર પર આક્ષેઓ કર્યા છે કે કોંગ્રેસ દ્વારા સરકારને અગાઉથી જ ચેતવવામાં આવ્યાં હતાં પરંતુ કોઈ પગલાં ન લેતાં સમગ્ર દેશે આજે પરિણામ ભોગવવુ પડે છે. સરકારે હવે ધ્યાન આપી સમસ્યા અંગે વિચારવું જોઈએ.

સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ

author img

By

Published : Apr 3, 2020, 4:30 PM IST

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉથી કોરોના વાયરસ મામલે ચેતવવામાં આવ્યાં હતાં પરંતુ તે વાતને સરકારે ધ્યાને ન લીધી અને વિદેશથી આવેલા લોકોના કારણે આજે દેશભરમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યો છે અને સરકારની બેદરકારીનું પરિણામ સમગ્ર દેશે ભોગવવું પડી રહ્યું છે..

સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ
સરકાર દ્વારા લૉક ડાઉન કરવામાં આવ્યું છે તેનાથી દેશના અનેક ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ખાવાપીવા તકલીફ, આજીવિકા માટે તકલીફ થઈ રહી છે.કોરોના પૂર્ણ થયા બાદ પણ લોકો કઈ રીતે બહાર આવશે તે અંગે પણ સવાલ છે. સરકારે તમામ વર્ગ માટે વિચારવું જોઈએ અને તમામ માટે જરૂરી સગવડ કરવી જોઈએ. હાલમાં રેશનકાર્ડના આધારે લોકોને અનાજ આપવામા આવી રહ્યું છે પરંતુ સરકારે apl અને bpl કાર્ડધારકો તથા અન્ય જરૂરિયાતમંદોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવું જોઈએ. ખેડૂતો ચિંતિત છે. વાવેતરમાં નુકસાન ન જાય તે માટે યોગ્ય ભાવ આપી ખેડૂતો પાસેથી ખરીદી કરવી જોઈએ.સરકારે હોટસ્પોટ જાહેર કરવા જોઈએ જેથી લોકો ચેતી જાય અને ત્યાં જતાં અટકે જેનાથી કોરોના વાયરસ વધુ ફેલાતો અટકે. સરકારે જેટલા લોકોના સેમ્પલ લીધાં તેના રિપોર્ટ સરકારે જાહેર કરવા જોઈએ જેથી સમાજમાં જાગૃતતા આવે. સરકારી હોસ્પિટલની અંદર આવેલ OPD ની મુલાકાત લઈને ચકાસણી કરવી જોઈએ.કોંગ્રેસની માગ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે બહાર આવવું જોઈએ અને લોકોની મદદે જવું જોઈએ.લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ.કોરોના વાયરરસ સામે લડવા માટે જરૂરી તમામ પ્રયત્ન સરકારે કરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.