ETV Bharat / city

ગઢડા પેટા ચૂંટણીઃ બોગસ વોટિંગ કરવા માટે સ્થાનિક આગેવાનોને PSIએ ધમકી આપી હોવાની ફરિયાદ

રાજ્યમાં મંગળવારે વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ 8 બેઠકોમાં ધારી, મોરબી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા અને લીંબડી બેઠક પરથી પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે વિધાનસભાની બે બેઠકોમાં મોરબી અને ગઢડા બેઠકના કોંગ્રેસી ઉમેદવારોએ ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. જેમાં ગઢડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ગોંડલ DSP ઓફિસના PSI રિઝવી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે.

બોગસ વોટિંગ કરવા માટે સ્થાનિક આગેવાનોને PSIએ ધમકી આપી હોવાની ફરિયાદ

author img

By

Published : Nov 3, 2020, 1:06 AM IST

  • ગુજરાત વિધાનસભાની મંગળવારે પેટા ચૂંટણી
  • ગઢડા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણીપંચને કરી ફરિયાદ
  • બોગસ વોટિંગ કરવા માટે સ્થાનિક આગેવાનોને PSIએ ધમકી આપી હોવાની કરી ફરિયાદ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મંગળવારે પેટા ચૂંટણી યોજાશે. ત્યારે ગઢડા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ગોંડલ DSP ઓફિસના PSI રિઝવી સામે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. સ્થાનિક આગેવાનોને ધમકી આપી હોવાનો ફરિયાદમાં આરોપ લગાવ્યો છે. બોગસ વોટિંગ કરવા માટે સ્થાનિક આગેવાનોને PSIએ ધમકી આપી હોવાની ફરિયાદ કરી છે. જેથી ઇલેક્શન કમિશને સ્થાનિક રેન્જના ડીઆઇજીને PSI રિઝવી સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. PSI રિઝવીએ ખોપાળા ગામની મુલાકાત પણ લીધી હતી.

બોગસ વોટિંગ કરવા માટે સ્થાનિક આગેવાનોને PSIએ ધમકી આપી હોવાની ફરિયાદ
બોગસ વોટિંગ કરવા માટે સ્થાનિક આગેવાનોને PSIએ ધમકી આપી હોવાની ફરિયાદ

મોરબી બેઠકના કોંગી ઉમેદવાર જયંતિ પટેલે નિરીક્ષકને પત્ર લખ્યો

આ ઉપરાંત મોરબી બેઠક પરના કોંગ્રેસી ઉમેદવારે પણ ચૂંટણી નિરીક્ષકને પત્ર લખી ફરિયાદ કરી છે. મોરબી બેઠકના કોંગી ઉમેદવાર જયંતિ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ લઘુમતી મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. મતદારો પર ભયનો માહોલ ઊભો કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. પોલીસનો ઉપયોગ કરીને ભયનો માહોલ સર્જવાનો જયંતિ પટેલે આક્ષેપ લગાવ્યો છે.

1807 મતદાન સ્થળોમાં 3024 મતદાન મથકોમાં મતદાન યોજાશે

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની યોજાશે. જેમાં ધારી, મોરબી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા અને લીંબડી બેઠક પરથી પેટા ચૂંટણી યોજાશે. જેમાં કુલ 18 લાખ 75 હજાર 32 મતદારો મતદાન કરશે. જેમાં 9 લાખ 69 હજાર 834 પુરુષ મતદારો અને 9 લાખ 5 હજાર 170 મહિલા મતદારો છે. 1807 મતદાન સ્થળોમાં 3024 મતદાન મથકોમાં મતદાન યોજાશે. કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે. કુલ 81 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.