- અમદાવાદ મનપાની નવી પાર્કિંગ પોલીસી
- પાર્કિંગ પોલીસી માટે કમિશનરે મગાવ્યા લોકો પાસેથી અભિપ્રાય
- પાર્કિંગ વ્યવસ્થા હશે તો જ ખરીદી શકાશે નવું વાહન
અમદાવાદ : કમિશનરે રજૂ કરેલી ટ્રાફિક પોલીસમાં પાર્કિંગ પરમીટ માટેની સ્કીમ સૂચવવામાં આવી છે અને આ સ્કીમ હેઠળ લોકોએ પોતાના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બન્ને રહેઠાણ માટે પાર્કિંગ માટેની માસિક કે વાર્ષિક પાસ ખરીદવાના જરૂરી બની રહેશે. તેના માટે જ વાહનોનો ચાર્જ પણ તે પ્રકારે નક્કી કરવામાં આવશે. એકથી વધુ કાર હોય તેવી માલિકીને હળવી કરવા માટે બીજી અથવા તો ત્રીજી કાર ખરીદવામાં આવે તો તેના માટે તે જ વધારે ચૂકવવા પડશે તે પ્રકારની પણ પોલીસી કમિશનરે રજૂ કરી છે.
આ પણ વાંચો : ભરૂચઃ વાહનને પાર્કિંગ ઝોનમાં જ પાર્ક કરવું નહિંતર ભરવો પડશે દંડ
આગામી દિવસોમાં પણ દબાણ વધે તે પ્રકારની શક્યતાઓ
પાર્કિંગ ઝોન તરીકે ઉપયોગમાં આવે તે આ પ્રકારની residensi streetને અલગ તારવવી સાથે જ ખાનગી બિલ્ડિંગોને કોર્પોરેશન સાથે મળીને પાર્કિંગની જગ્યા ફાળવવા માટેની પણ જોગવાઇઓ કરવામાં આવશે. સાથે જ 2012 બાદ જે પ્રકારે સર્વે કરવામાં આવે તો તે પ્રમાણે સૌથી વધુ 26 ટકા ટુ વ્હીલરનું પરિવહન શહેરમાં થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ દબાણ વધે તે પ્રકારની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ભરૂચ પોલીસે ટ્રાફિક નિયમ તોડનારા વાહનચાલકો પાસેથી 1 મહિનામાં રૂ. 28 લાખ વસૂલ્યા
યોગ્ય જગ્યા ન હોવાના કારણે વાહનો રોડ પર પાર્ક થઈ રહ્યા છે
પાર્કિંગ પોલીસીને જ વાત કરીએ તો હાલ જે પ્રકારે અમદાવાદ શહેરમાં પાર્કિંગ મુદ્દે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને પાર્કિંગ માટેની યોગ્ય વ્યવસ્થા તંત્ર તેમજ લોકોએ કરવી તે પ્રકારે જરૂરી બની છે. કારણ કે હાલ જે રીતે સ્ટ્રીટમાં બહાર પાર્કિંગ માટેની પુરતી જગ્યા ન હોવાના કારણે રસ્તા પર અવર જવર કરતાં વાહનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર પરિવહનની જગ્યાઓ છે જે રીતે BRTS અને AMTSના સ્ટોપની નજીક તંત્ર દ્વારા પાર્કિંગ માટેની વ્યવસ્થા હોવી જોઈએ તેનો પણ અભાવ હાલ જોવા મળી રહ્યો છે. સાથે જ યોગ્ય જગ્યા ન હોવાના કારણે વાહનો રોડ પર પાર્ક થઈ રહ્યા છે. અત્રે મહત્વનું છે કે, અમદાવાદ કમિશનર દ્વારા જે પ્રકારે પોલીસી જાહેર કરવામાં આવી છે તે પોલીસને કેટલો પ્રતિસાદ મળે છે અને લોકો આ મુદ્દે કયા પ્રકારનો અભિપ્રાય લઈ રહ્યા છે તે જોવું પણ મહત્વનું રહેશે.