ETV Bharat / city

અમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયું પાણી-પાણી - ahmedabad corona news

અમદાવાદમા વહેલી સવારે ચાર વાગ્યાથી જ વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદે શહેરના પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કર્યા. ફક્ત 2 કલાકમાં પોણા બે ઈંચ જેટલુ પાણી પડ્યુ. શહેરમાં ગઈ કાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 51.92 મિમી (2 ઈંચ) વરસાદ નોંધાયો. જેમાંથી 44 મિમી જેટલો વરસાદ તો સવારે 4 થી 5 વાગ્યા દરમિયાન જ નોંધાયો છે.

અમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયુ પાણી-પાણી

author img

By

Published : Jun 14, 2020, 2:04 PM IST

અમદાવાદઃ શહેરમાં વહેલી સવારે 4 વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે શરુ થયેલ વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે. હાટકેશ્વર, અમરાઈવાડી 132 ફુટના રિંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. હાટકેશ્વર સર્કલ પર આવેલા આઈશ્રી ખોડિયાર મંદિર સકુંલમા વરસાદી પાણી ભરાઈ ગયું છે. જોકે મંદિર સકુંલમા સમારકામ ચાલુ હોવાથી શ્રદ્ધાળુઓને દર્શન માટે અગાઉથી જ બંધ કર્યુ હતું. હાટકેશ્વર સર્કલ જાણે બેટમાં ફેરવાયુ હતું.

અમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયુ પાણી-પાણી
અમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયુ પાણી-પાણી
ભારે વરસાદથી ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનેક લોકોના ઘરોમાં ઓટલા સુધી પાણી ભરાયા છે. મણિનગર ગોરના કુવા માર્ગ પરની, જશોદાનગરથી સીટીએમના નેશનલ હાઈવે પરની અને સીટીએમ જામફળવાડી કેનાલ પાસેની અનેક સોસાયટીઓના રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મણિનગરમાં જવાહરચોકથી ભૈરવનાથ અને વટવા જીઆઈડીસી જવાના માર્ગ પર પુનિતનગર રેલવે ફાટક પાસેના નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો છે. આમ વરસી પડેલા વરસાદે અમદાવાદને ધમરોળી નાંખ્યું છે. નરોડા, મેમકો, દુધેશ્વર તરફ 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તો ચકુડિયા, ઓઢવ, ઉસમાનપુરા, રાણીપ, બોડકદેવ, મ્યુનિ.કોઠા, વટવા, સરખેજ અને મણિનગર તરફ પણ દોઢથી 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

7 વાગ્યા બાદ વરસાદ બંધ થવાથી પાણીનો નિકાલ પણ શરૂ થયો હતો. વાસણા બેરેજના બે ગેટ ખોલી 3042 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 23 અને 24 નંબરના ગેટ ઓપન કરાયા છે. તો હાટકેશ્વર, CTM, ખોખરા, સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસમાં ફરીથી દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો. મેઘાણીનગર, નરોડા, ઓઢવ તરફના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે. હાલ વરસાદ બંધ થતાં પાણી ઉતરવાના શરૂ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.