- ધંધૂકામાં સેનિટાઈઝેશન, સાફસફાઈ અને દવાના છંટકાવની કામગીરી કરાઈ
- ધંધૂકા નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસરે કરાવી સમગ્ર કામગીરી
- ચીફ ઓફિસરે 8 દિવસ પહેલા રાજીનામું આપ્યું હોવાથી ઈન્ચાર્જ ઓફિસરની કામગીરી
અમદાવાદઃ ધંધૂકા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા પાર્થ ગોહિલે છેલ્લા 8 દિવસથી એકાએક રાજીનામું આપી દેવાતા ધંધુકા નગરપાલિકા ધણી ધૂરા વિનાની બની ગઈ હતી. કોરોના મહામારીના સમયે ચીફ ઓફિસરે રાજીનામું આપતા પાલિકા તંત્રના સત્તાધીશો પણ અવઢવમાં મૂકાયા હતા. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા ધંધુકા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ ભટ્ટીને ધંધૂકા નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ જામનગરમાં પટેલ સમાજની વાડીમાં પટેલ સમાજ દ્વારા 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું
કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને પ્રાધાન્ય અપાયું
ઈન્ચાર્જ ચીફ ઓફિસર વનરાજસિંહ ભટ્ટીએ ચાર્જ સંભાળતા જ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને પ્રાધાન્ય આપ્યું હતું. આ સાથે જ આવા વિસ્તારોમાં સેનિટાઈઝેશન, સાફ સફાઈની ઝૂંબેશ અને દવાના છંટકાવની કામગીરીને પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે ધંધુકા નગરમાં આવેલી રેફરલ હોસ્પિટલ અને આર.એમ.એસ હોસ્પિટલ ખાતે કોવિડ-19 અંતર્ગત કેન્દ્રના ઈન્ચાર્જ ચીફ ઓફિસરે મુલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
ચીફ ઓફિસરના રાજીનામાંથી સત્તાધીશો પણ અસમંજસમાં પડ્યા
જ્યારે ધંધુકા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે પાર્થ ગોહિલની નિયુક્તિ થઈ હતી, પરંતુ એકાએક એ તેમણે છેલ્લા 8 દિવસથી રાજીનામું આપી દેતા આ કોરોના મહામારીના સમયમાં પાલિકા સત્તાધીશો પણ વિકટ પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતા.