- કોરોનાની સમીક્ષા કરવા કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાત પહોંચી
- કોરોનાની વિકટ પરિસ્થિતિ અંગે કરવામાં આવી રહી છે સમીક્ષા
- હોસ્પિટલની મુલાકાત અને સરકાર સાથે ચર્ચા વિમર્શ બેઠક
અમદાવાદઃ દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાએ અચાનક માથું ઉચક્યું છે. જેના પગલે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં રાત્રી લોકડાઉન જ્યારે અમદાવાદમાં 60 કલાકના લોકડાઉન બાદ આગામી આદેશ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે તેવામાં કોરોના કેસના ટેસ્ટિંગ અને સંક્રમણ અટકાવવા માટે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આોગ્ય વિભાગને કેટલાક સુચનો કરવામાં આવશે. ગુજરાતમાં કોરોના વાયર સંક્રમિત કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે સિંઘની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાંત ડોક્ટર્સ ગુજરાતમાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે કેન્દ્રની ટીમે અમદાવાદ કમિશનર સાથે કરી બેઠક કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી કેન્દ્રની ટીમનેકોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ. કે. સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની અમદાવાદ SVP હોસ્પિટલ ખાતે પહોંચી હતી. અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા તેમજ વધતું જતું સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા વિમર્શ થશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશા નિર્દેશ પણ આપશે. ગુજરાતની મુલાકાતે આવી રહેલી ભારત સરકારની આરોગ્ય વિભાગની ટીમ આવતી કાલે જ ગુજરાત આવશે તેમ જ સત્તાવાર સુત્રો તરફથી જાણવા મળ્યું છે. બીજી તરફ આ ટીમની સાથે રાજ્ય સરકારના આરોગ્ય અગ્રસચિવ ડો જયંતી રવિ, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ભારત સરકારની ટીમ સાથે સતત સંકલન કરી તેમણે કરેલા આયોજનો અને પગલા સહિતની તમામ બાબતોથી માહિતગાર પણ કરવામાં આવ્યાં છે.હોસ્પિટલની મુલાકાત અને સરકાર સાથે ચર્ચા વિમર્શ બેઠક કેન્દ્રની ટીમે ધનવંતરી રથ,104 મોબાઇલ વાન, સંજીવની વાન તેમ જ વડીલ સુખાકારી મોબાઈલ વાન સુવિધાના કર્યા વખાણઆ ટીમ દ્વારા અમદાવાદની ધનવંતરી રથ , 104 મોબાઇલ વાન, સંજીવની વાન તેમજ વડીલ સુખાકારી મોબાઈલ વાન સુવિધાના વખાણ કર્યા હતા. તેમજ અન્ય શહેરોમાં પણ આ સુવિધા ડોક્ટર કરવાની એડવાઇઝ પણ કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા સૌ પ્રથમ સ્ટેટ ઓથોરિટી પ્રિન્સિપલ સેક્રેટરી DYMC HEALTH AMC,MD GMSCL સાથે મીટિંગ કરી હતી. ત્યારબાદ ટીમે જૂના રબારીવાસ વાડજની મુલાકાત લીધી હતી. ત્યાં ધનવન્તરીના ફિલ્ડ સ્ટાફ સાથે લાંબી ચર્ચા કરી હતી. તેમ જ તેમની પાસે તેમની કામની પદ્ધતિ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગે ઇન્કવાયરી કરી હતી. ડોર ટુ ડોર OPD સિસ્ટમ અંગે જાણીને તેઓ ખુશ થયા હતાં.કેન્દ્રની ટીમે ધનવંતરી રથ,104 મોબાઇલ વાન, સંજીવની વાન તેમ જ વડીલ સુખાકારી મોબાઈલ વાન સુવિધાના કર્યા વખાણ SVP હોસ્પિટલમાં દર્દીઓ સાથે અને ICUમાં રહેલા દર્દીઓ સાથે કરી મુલાકાતત્યાર બાદ ટીમ દ્વારા SVP હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. ડાયરેક્ટર એન્ડ એડિશનલ ડાયરેક્ટર દ્વારા નોન કૉવિડ એરિયાની મુલાકાત લીધી હતી જેમાં પેશન્ટ મેનેજમેન્ટ,વેઈટિંગ મેનેજમેન્ટ અને હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ અંગે પણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમને કેટલાક દર્દીઓના એક્સ-રે તેમજ એચ આર સીટીના રિપોર્ટ જોયા હતા. કેટલાક અંડર ટ્રીટમેન્ટ પેશન્ટના એક્સ-રે અને HRCT જોયા હતાં. તેમ જ ડિસ્ચાર્જ લઈને ઘરે ગયેલા પેશન્ટના પણ એક્સ-રે અને HRCT રિપોર્ટ જોયાં હતાં. આ ઉપરાંત રજનીશ કૌશિક દ્વારા SVP સુપ્રિટેન્ડેન્ટ અને ડોક્ટર અમી પટેલ સાથે કોવીડ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. જેમાં તેમને પેશન્ટ સાથે ચર્ચા કરી હતી. તેમજ હોસ્પિટલના ક્રિટિકલ એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરી હતી અને તેમની તેમના સજેશન્સ પણ આપ્યાં હતાં.સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે કેન્દ્રની ટીમે અમદાવાદ કમિશનર સાથે કરી બેઠકબાદ ટીમ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ADDITIONAL CHIEF SECETARY રાજીવ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તેમજ DYMC હેલ્થ ઓમ પ્રકાશ મચરા, તેમજ ઔડા સીઈઓ એ.બી ગોર સાથે મિટિંગ કરી હતી. જેમાં સેન્ટરની ટીમ દ્વારા ધનવંતરી વન 104 વન સંજીવની વન તેમ જ વડીલ સુખાકારી મોબાઈલ વાનના ટી સેવાથી તેઓ ખુશ થયા હતા તેમ જ તેમને મેનેજમેન્ટ માટે આ યુનિક અને ઇફેક્ટિવ ગણાવી હતી. આ વિશે તેઓ સેન્ટ્રલ હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરશે તેમજ દેશના અલગ-અલગ શહેરોમાં આ સુવિધા શરૂ કરાવી જોઈએ.કેન્દ્ર આરોગ્ય ટીમે અમદાવાદ કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી..અમદાવાદ શહેરમાં કોરોના અને Non કોરોના માટે આપવામાં આવતી એમ્બ્યુલન્સ સેવા અંગે પણ માહિતી મેળવી હતી. આ બેઠકમાં અમદાવાદ માટે 300 ડોકટરો ફાળવમાં આવ્યા છે..જેમાં વિવિધ ડ્યુટી આપવામાં આવશે ડો.સુરજિતકુમારે કહ્યું હતું કે કોરોના એ તંત્રની નિષ્ફળતા નથી પણ લોકોની બેદરકારી છે.. કેન્દ્રીય ટીમે મેડિકલ સુવિધાઓમાં ફેરફાર અને મેડકિલ સુવિધાઓમાં વધારા અંગેના સૂચનો કર્યા હતા.. કેન્દ્રની ટીમે અમદાવાદ બાદ વડોદરા હોસ્પિટલની મુલાકાતે રવાના થઇ હતી.