અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરોના આતંકનો ભોગ વેપારી બન્યો છે. નિકોલ વિસ્તારમાં રહેતા અને કઠવાડા GIDCમાં એલ્યુમિનિયમની ડાઈ બનાવવાનું કારખાનું ધરાવતા વેપારીએ ભાજપના ઓઢવ વોર્ડના કોર્પોરેટર અને રિક્રિએશનલ કમિટિના ચેરમેન રાજેશ દવેનો(રાજુ દવે) પુત્ર અંકિત દવે અને તેના ભાગીદાર ગિરિરાજસિંહ ઝાલા પાસેથી 10 ટકા વ્યાજે 6.50 લાખ લીધા હતાં. વેપારીએ વ્યાજ સાથે રૂપિયા પરત કરી દીધા હતા છતાં પણ અંકિત દવેના કહેવાથી તેના ભાગીદાર ગિરિરાજસિંહ ઝાલા અવારનવાર વેપારીના ઘરે જઈ અને પૈસાની માંગણી કરતો હતો અને ધમકી આપતો હતો. ગિરિરાજસિંહ ધમકી આપી હતી કે અંકિતભાઈને ઓળખતા નથી. અમારી પહોંચ ત્યાં સુધી છે કે, ભાજપના તમામ રાજકારણીઓ અમારા ઓળખીતા છે.
શું હતો બનાવ - અવારનવાર ધમકીઓ આપતા વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં (BJP Hooliganism in Ahmedabad) ફરિયાદ નોંધાતા બંને આરોપીની ધરપકડ કરી છે. નિકોલમાં રહેતા અને કઠવાડા GIDCમાં મોમાઈ ઈન્ડસ્ટ્રી નામથી વુડન અને એલ્યુમિનિયમ ડાય બનાવવાનું કારખાનું ધરાવતા વિશાલકુમાર સુથાર નામનાં વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 4 વર્ષ પહેલા વુડન એલ્યુમિનિયમ ડાય બનાવવાનાં ધંધા માટે આર્થીક જરૂર પડતા તેઓએ ઓઢવમાં રહેતા પોતાના મીત્ર ગીરીરાજસિંહ ઝાલા જે અંકિત દવે સાથે ફાયનાન્સનું કામ કરતો હોય તેના પાસેથી 10 ટકા વ્યાજે 6.50 લાખ લીધા હતા.
આ પણ વાંચો : ભાજપની ગુંડાગીરી : આપના કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઢીકા પાટુનો માર, જૂઓ વીડિયો
ટુકડે ટુકડે 15. 46 લાખ ચૂકવી દીધા - વ્યાજે લીધેલા પૈસાની સામે વેપારીએ 3 કોરા ચેક આપ્યા હતા અને 18 મહિના સુધી વ્યાજ ચૂકવી 15મી જુલાઈ 2020નાં રોજ 4.50 લાખ અને 15 દિવસ બાદ 2 લાખ એક વ્યાજે લીધેલી રકમ ચુકવી દીધી હતી. ફરિયાદી વેપારીએ ટુકડે ટુકડે 15. 46 લાખ ચૂકવી દીધા હતાં. જે બાદ બે વર્ષ સુધી (Usury in Ahmedabad) એટલે કે 30 જૂન 2022 સુધી કોઈપણ પ્રકારની પૈસાની લેવડ દેવડ કરી ન હોતી. 30 જૂને વિશાલ સુથારનાં ઘરે અચાનક ગીરીરાજસિંહ પહોંચી પૈસાની માંગ કરી હતી. વિશાલની પત્નિએ ફોન કરી જાણ કરી હતી. તેને ગીરીરાજસિંહને અત્યારે જતા રહેવા જણાવ્યું હતું.
ભાજપના નામ ખુલ્લી ધમકી - અમારી પહોંચ ક્યાં સુધી છે. ભાજપના તમામ રાજકારણીઓ (Bullying of Son of BJP) અમારા ઓળખીતા છે. તમે અમારુ કોઈ નહીં કરી શકો. તમે અમારા વિરુદ્ધમાં કેસ કરશો તો એક બે મહિનામાં નિકાલ કરી નાખીશું. તેવી ધમકી આપી ગીરીરાજસિંહ જતો રહ્યો હતો. ગીરીરાજસિંહે ધમકી આપી હતી કે અમારા પૈસા પરત આપી દેજો નહીંતર સિક્યુરીટી પેટે વિશાલે આપેલા ચેક અલગ અલગ શાખામાં અમદાવાદ અને રાજકોટ ખાતે નાખી બાઉન્સ કરાવી ફરિયાદ કરી કોર્ટના ધક્કા ખવડાવીશ.
આ પણ વાંચો : નૂપુર શર્માને ધમકી આપતો વીડિયો વાયરલ, કહ્યું - "ગળું કાપનારને મારૂ ઘર અને મિલકત આપીશ"
ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવ્યો - વિશાલે આરોપીઓને આપેલા ચેકને સ્ટોપ કરાવી દીધા હતા. છતાં ગીરીરાજસિંહ ઝાલાએ 9.30 લાખ રૂપિયાનો ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવ્યો હતો. જે બાદથી સતત ગીરીરાજસિંહ દ્વારા તેના ભાગીદાર અંકિત દવેના કહેવાથી પરિવારના સભ્યોને ધમકીઓ આપી વ્યાજનું ચક્રવૃધ્ધી વ્યાજ ચઢાવી ખોટી (Bullying of Son of BJP Corporator) રીતે હેરાન કરી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા મજબૂર કરતો હોવાથી નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Crime case in Ahmedabad) નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.