ETV Bharat / city

અમદાવાદ ભાજપ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારંભ યોજાયો - સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને જિલ્લા અને શહેરના સંગઠનની રચના કરાઇ છે. જેમાં અમદાવાદમાં 9 પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

અમદાવાદ ભાજપ સંગઠન
અમદાવાદ ભાજપ સંગઠન
author img

By

Published : Jan 21, 2021, 8:20 AM IST

  • અમદાવાદ ખાતે શહેર ભાજપના નવનિયુક્ત પાધિકારીઓનો સન્માન કાર્યક્રમ
  • હોદ્દેદરોએ પદ આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો
  • ટિકિટ માટે ટીકા-ટિપ્પણીમાં નહીં પડવા ભાજપના કાર્યકરોને અપીલ

અમદાવાદ : તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને જિલ્લા અને શહેરના સંગઠનની રચના કરાઇ છે. જેમાં અમદાવાદમાં 9 પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ઉપાધ્યક્ષ, કોષાધ્યક્ષ, પ્રવક્તા, મીડિયા કન્વીનર વગેરેનો સમાવેશ થાય છે. જેઓનો આજે કાંકરિયા ખાતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોટાપાયે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

હોદ્દેદરોએ પદ આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો

હોદ્દેદરોએ પાર્ટીમાં પોતાની સફર વર્ણવી

આ સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠા હતા. નવા હોદ્દેદારોએ પાર્ટીમાં પોતાની જૂની યાદોને વાગોળી હતી. પાર્ટીમાં કાર્યકરથી લઈને હોદ્દેદાર સુધીના પોતાના સફરને વર્ણવ્યો હતો. આ સમારોહમાં વસ્ત્રાલના ધારાસભ્ય અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ અને અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, અમદાવાદ શહેરના ચૂંટણી ઇન્ચાર્જ આઇ.કે.જાડેજા, ભાજપ શહેર પ્રમુખ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને શહેરના ભજપન સાંસદ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપનું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોની યાદી જાહેર કરશે

હોદ્દેદારોએ કાર્યકરોને સલાહ આપી હતી કે, તેઓએ અંદરો-અંદરની ટીકા-ટિપ્પણીમાં પડવું જોઈએ નહીં.પોતાના કાર્યને લઇને ધગશ રાખવી જોઈએ, પાર્ટી દરેક કાર્યકરન કાર્યની નોંધ લે છે અને સમય આવે તેનું ફળ પણ મળે છે. ટિકિટને લઈને પણ ઉદાસ થવું જોઈએ નહીં, જે પણ વ્યક્તિને ટીકીટ આપવામાં આવે, પરંતુ કાર્યકારનું મહત્વ તેનાથી ઓછું થતું નથી.આ પ્રસંગે શહેર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, દરેક જિલ્લા અને શહેરોમાં નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ માટે ઉમેદવારની પસંદગી કરવા કાર્યકરોને સાંભળવા શહેર અને જિલ્લામાં નિરીક્ષકોની નિયુક્ત કરી દેવાઇ છે. આ નિરિક્ષકો પોતાનો અભિપ્રાય પ્રદેશ ભાજપના પારલામેન્ટરી બોર્ડને આપશે અને જે તે સમયે પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારનું નામ જાહેર કરશે.

ઉમેદવાર પસંદગીમાં માપદંડ

યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગીમાં ઉમેદવારની છબી ખરડાયેલી ના હોય, પક્ષ માટે સતત કાર્ય કરતો હોય અને સંગઠનને વફાદાર હોય તેવા માપદંડ રખાયા છે. જ્યાં સુધી ગુજરાતમાં ત્રીજા મોરચાની વાત છે, ત્યાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ પાર્ટી ફાવી નથી. અત્યારે તો કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. ત્રીજા મોરચાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. દરેક ચૂંટણીમાં ભાજપની જીત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.