- ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે ઘડી રણનીતિ
- કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સિનિયર નેતાઓને આપવામાં આવી રહી છે જવાબદારી
- કોંગ્રેસે છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહૂને સોંપી મોટી જવાબદારી
અમદાવાદ : ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અભિયાન અને સમન્વયની દેખરેખ માટે છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહૂની સીનિયર ઓબ્ઝર્વર તરીકે વરણી કરી છે. આ અંગે તામ્રધ્વજ સાહૂએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, માનનીય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલી આ મહત્વની જવાબદારી મને હું સ્વીકાર્ય છે. ગુજરાત કોંગ્રેસના સાથીઓ સાથે મળીને અમે આ ચૂંટણી લડીશુ અને જીતીશું પણ.
ભાજપે ઉમેદવારો માટે સેન્સ લેવાની શરૂઆત કરી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપે રવિવારથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. શહેરના નારણપુરા, ગોતા, સરખેજ સહિતના 36 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.