ETV Bharat / city

ગઠબંધનના સહારે સત્તામાં આવેલા ભાજપના સત્તામાં સતત 25 વર્ષ પૂર્ણ થયાં

ગુજરાતે વિકસિત રાજ્યોની સરખામણીમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. જેની પાછળ એક મહત્વનો હાથ અહીંની સરકારી યોજનાઓનો પણ છે. એવામાં વિકાસશીલ મોડેલનો કન્સેપ્ટ લાવનારી ભાજપ સરકારને આજે ગુજરાતમાં 25 વર્ષ પૂર્ણ થયાં છે. 14 માર્ચ 1995થી સત્તામાં આવેલા ભાજપે કઈ રીતે સત્તાના સૂત્રો સંભાળવામાં પોતાનો પગ જમાવ્યો એ જાણવું એક રસપ્રદ વિષય છે.

ગઠબંધનના સહારે સત્તામાં આવેલા ભાજપના સત્તામાં સતત 25 વર્ષ પૂર્ણ થયાં
ગઠબંધનના સહારે સત્તામાં આવેલા ભાજપના સત્તામાં સતત 25 વર્ષ પૂર્ણ થયાં
author img

By

Published : Mar 17, 2021, 1:56 PM IST

  • વર્ષ 1990માં ભાજપ જનતા પાર્ટી સાથે ગઠબંધન કરી સત્તામાં આવ્યો હતો
  • નરેન્દ્ર મોદી સૌથી વધુ 13 વર્ષ ગુજરાતના CM રહ્યાં

વર્ષ 2017માં વિધાનસભામાં સૌથી ઓછી 99 સીટ મળી

અમદાવાદઃ સૌપહેલાં ગુજરાતમાં ભાજપની શરૂઆત વિશે વાત કરીએ. વર્ષ 1990માં ચીમનભાઈ પટેલની જનતા દલ અને ભાજપના કેશુભાઈ પટેલે ગઠબંધનથી સરકાર બનાવવાનું નક્કી કર્યું. એ સમયે ભાજપ પટેલો, ઓબીસી એસટી, એસસીના વર્ગને આકર્ષવામાં મહદઅંશે સફળ પણ ગયો અને કોંગ્રેસની હાર થતાં જનતા પાર્ટી અને ભાજપની ગઠબંધનવાળી સરકાર બની.

ભાજપે કઈ રીતે સત્તાના સૂત્રો સંભાળવામાં પોતાનો પગ જમાવ્યો એ જાણવું એક રસપ્રદ વિષય
રામ મંદિરના મુદ્દે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન આગળ ન વધ્યુંવર્ષ 1992માં બાબરી વિધ્વંશ મુદ્દે ભાજપે રામ મંદિરનો મુદ્દો ઉપાડ્યો. પરંતુ જનતા પાર્ટી અને ભાજપ વચ્ચે રામ મંદિરના મુદ્દે વિખવાદ થતાં ગઠબંધન પર પૂર્ણવિરામ મૂકાયું. 1995માં 182 સીટમાંથી 121 સીટ ભાજપના ફાળે જતાં કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યાં. આ સમય વચ્ચે ભાજપ પટેલોનો સંપૂર્ણ વિશ્વાસ જીતવામાં સફળ પણ રહ્યો. આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી પર બીજી ફિલ્મ બનશે, 29 માર્ચે શૂટિંગ શરૂ થશે

ભાજપમાં 2001થી શરૂ થયો મોદી યુગ

વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ પછી સહાયમાં અતિશય ખર્ચને કારણે પાર્ટીએ કેશુભાઈ પટેલને હટાવી નરેન્દ્ર મોદીને પસંદગી આપી. વળી આ સમયે ભાજપનો હિંદુત્વનો ભગવો રંગ વધુ જામ્યો અને વર્ષ 2002માં જનતાએ ફરીવાર ભાજપને જ પસંદગી આપી. આમ 2001 થી 13 વર્ષ સુધી મોદી જ સત્તામાં રહ્યાં.

ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બન્યાં

કેન્દ્રમાં મોદી સરકાર બનતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીકરીઓને શિક્ષણ, મહિલા સશક્તિકરણ ઉપર વધુ જોર મૂક્યો. વળી આ જ સમયે ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે આંનદીબેન પટેલની વરણી થઈ. વોટબેંક માટે ભાજપે દરેક વર્ગને આકર્ષવા કઇંક અલગ પ્લાનની યોજના બનાવી. ગુજરાતમાં છેવાડાના ગામડાં સુધી રોડ કનેક્ટિવિટી, ગુજરાતનું ટુરિઝમ, નર્મદાથી સૌરાષ્ટ્ર સુધી કેનાલ કનેક્શન વગેરે.

2017માં વિજય રૂપાણીની સરકાર બની

પાટીદાર આંદોલનની અસર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી ઉપર વર્તાઈ અને ભાજપને 25 વર્ષમાં સૌથી ઓછી 99 સીટથી સંતોષ માનવો પડ્યો. પરંતુ ત્યારબાદ વર્ષ 2021માં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ફરીવાર લોકોની પસંદગી મેળવી લીધી છે. કોંગ્રેસને ઐતિહાસિક હારનો રસ્તો દેખાડ્યો.

આ પણ વાંચોઃ કેશુભાઈ પટેલની સંઘર્ષમય રાજકીય સફર પર એક નજર...

વિપક્ષી પાર્ટીની કમજોરીનો ભરપૂર ઉપયોગ કરાયો

ભાજપે પોતાનું સંગઠન મજબૂત કરવાની સાથોસાથ પોતાની વિપક્ષી પાર્ટીની પણ કમજોરી ભાખી લીધી. ભાજપ જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને કમજોર સંગઠનને કારણે તે લોકોની આશાઓ અને અપેક્ષાઓથી દૂર થતી ગઈ.

25 વર્ષમાં વિધાનસભામાં કેટલી સીટો જીત

  • વર્ષ 1995માં 121 બેઠક
  • વર્ષ 1998માં 117 બેઠક
  • વર્ષ 2002માં 127 બેઠક
  • વર્ષ 2007માં 116 બેઠક
  • વર્ષ 2012માં 115 બેઠક
  • વર્ષ 2017માં 99 બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.