ETV Bharat / city

રાષ્ટ્રભાવના ઉજાગર કરતી બાઇક રેલીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું - આઝાદી કા અમૃત મહોત્સવ

આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Ka Amrut Mahotsav) ઉજવણીના સંદર્ભે આ વર્ષે એકતા દિવસ ઉપલક્ષ્યમાં દેશની ચારે દિશામાં આઝાદીનો સંદેશ ગુંજતો કરવા અને રાષ્ટ્રભાવના ઉજાગર કરવા જમ્મુ કાશ્મીર ત્રિપુરા કેરળાથી નીકળેલી બાઇક 31મી ઓક્ટોબરે કેવડીયા પહોંચશે. આમ, અમદાવાદ પહોંચેલી બાઇક રેલીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.

બાઇક રેલીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું

author img

By

Published : Oct 23, 2021, 4:30 PM IST

  • રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે બાઇક રેલીનું આયોજન
  • બાઇક રેલી અમદાવાદ ખાતે પહોંચતા મુખ્યપ્રધાને કર્યું સ્વાગત
  • અમદાવાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બાઇક રેલીને લીલીઝંડી અપાઈ

અમદાવાદ : શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અને રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લખપતથી નીકળેલી બાઇક રેલીનું અમદાવાદથી આગળ મુખ્યપ્રધાને પ્રસ્થાન કરાવ્યું હતું. કચ્છના લખપતથી નીકળેલી પોલીસ જવાનોની બાઇક રેલી અમદાવાદ આવી પહોંચતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે શનિવારે કેવડીયા જવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

બાઇક રેલીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું

બાઇક રેલીને લીલીઝંડી આપીને આગળ ધપાવી

આ તકે મુખ્યપ્રધાને કહ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબર કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે કેવડિયા કોલોની ખાતે પોલીસ પરેડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન દેશભરમાંથી નીકળેલી બાઇક રેલીના પોલીસ જવાનો સરદાર સાહેબને ભાવાંજલિ આપીને કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેશે. જેને લઈને આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓને આકાશમાં છોડીને ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, આ ઉપરાંત રેલીને લીલીઝંડી આપીને આગળ ધપાવી હતી. આ પ્રસંગે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, ત્યારે શહેર પોલીસ દ્વારા તમામ રેલીમાં જોડાનાર પોલીસ જવાનોને ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.